બાઈડેન દ્વારા અમેરિકામાં વસતા જૈન સમુદાયને મિચ્છામી દુક્કડમ્ની પોસ્ટ કરી
અમેરિકાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર જૈનોના તહેવારની અને જૈન સમુદાયની કોઇ સત્તાધારી રાષ્ટ્રપ્રમુખ દ્વારા નોંધ લેવાઇ છે અને એ તહેવારની શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે એમ જાે બાઇડેનના ચૂંટણી અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવનાર વૈભવ જૈને કહ્યું હતું. આચાર્ય લોકેશ મુનીએ પણ એક નિવેદન બહાર પાડીને જાે બાઇડેનના શુભેચ્છા સંદેશને આવકાર્યો હતો. દરમ્યાન જૈન એસોસિયેશન ઓફ ના્ર્થ અમેરિકાના પ્રમુખ મહેશ વાઢેરે પણ કહ્યું હતું કે પર્યુષણના પવિત્ર તહેવાર નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવવા બદલ અમે અમેરિકાના પ્રમુખનો આભાર માનીએ છીએ.અમેરિકાના પ્રમુખ જાે બાઇડેને તાજેતરમાં જ સંપન્ન થયેલા પર્યુષણના પર્વ નિમિત્તે અમેરિકામાં અને વિશ્વમાં વસતા સમગ્ર જૈન સમુદાયને શુભેચ્છાઓ પાઠવી હતી.
અમેરિકામાં અંદાજે ૧.૫૦ લાખ જૈનો વસવાટ કરે છે જે ભારત બહાર વસતા કુલ જૈનોની તુલનાએ સૌથી મોટી સંખ્યા છે. પર્યુષણના તહેવાર બાદ દસ દિવસનો દસ લક્ષણનો તહેવાર પણ આવે છે જેની પમ અમેરિકાના પ્રમુખે નોંધ લઇ જૈનોને શુભેચ્છા પાઠવી હતી મેં અને મારી પત્ની જિલે અમેરિકામાં અને સમગ્ર વિશ્વમાં વસતા જૈન સમુદાયને તેમના તાજેતરમાં સંપન્ન થયેલા પર્યુષણના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી એવી જાે બાઇડેને તેમના ફેસબુકના સત્તાવાર પેજ ઉપર રવિવારે પોસ્ટ મૂકી હતી. હાલના આત્મ-નિરિક્ષણ અને માફ કરી દેવાના સમયમાં આપણને સૌને સુખ અને શાંતિ મળે એવી પ્રાર્થના, મિચ્છામી દુક્કડમ અને ઉત્તમ ક્ષમા એમ બાઇડેને તેમની પોસ્ટમાં લખ્યું હતું.
Recent Comments