fbpx
વિડિયો ગેલેરી

બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનીંગ અને કિચન ગાર્ડન વિશે મહિલાઓને તાલીમ આપવાની યોજનાનો લાભ લેવા અનુરોધ

અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ ગ્રામ્યકક્ષાએ રાજ્ય સરકાર દ્વારા મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઇપેન્ડ) આપવાનું નિશ્ચિત કરવામાં આવેલ છે. આ યોજનામાં મહિલાઓને વિવિધ ફળો અને શાકભાજીની બનાવટો જેવી કે જામ, જેલી, સોસ, કેચઅપ, વિવિધ શરબત, સ્કોવોશ, સિરપ, મુરબ્બા, અથાણા તેમજ અન્ય બનાવટોની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવશે.

આ તાલીમનો સમયગાળો ૨ દિવસ (૧૪ કલાક) અને ૫ દિવસ (૩૫ કલાક)નો રહેશે અને પ્રતિદિન રૂ.૨૫૦/- લેખે તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે પોર્ટલ તા.૩૧/૦૧/૨૦૨૨ સુધી ખુલ્લું રહેનાર છે. આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર મહિલાઓને બાગાયત વિભાગ દ્વારા તાલીમી સર્ટીફિકેટ એનાયત કરવામાં આવશે. આ યોજનામાં લાભ લેવા મહિલા તાલીમાર્થીઓએ ઓનલાઇન અરજી આઇ ખેડુત પોર્ટલ www.ikheut.gujarat.gov.in પર કરી, સાધનિક કાગળો જેવાકે આધારકાર્ડ, રેશનકાર્ડ અને બેંક પાસબુકની નકલ રૂબરુ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રી અમરેલી ખાતે મોકલી આપવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી અમરેલીનો ફોન નં. ૦૨૭૯૨ ૨૨૩૮૪૪ ઉપર સંપર્ક સાધવાનો રહેશે.

Follow Me:

Related Posts