બાગાયતી પાકોમાં રક્ષિત ખેતી અંગે અમરેલી ખાતે ઈમ્પેક્ટ એનાલિસિસ સેમિનાર યોજાયો
બાગાયતી પાકોમાં રક્ષિત ખેતી અંગે ઈમ્પેક્ટ એનાલિસિસ-વ-સેમિનારનું આયોજન બાગાયત કચેરી દ્વારા કરવામાં આવ્યુ હતુ. નેટ હાઉસ-ગ્રીન હાઉસમાં ખેતી કરતાજિલ્લાના ૫૦ થી વધારે ખેડુતો જોડાયા હતા.
કાર્યક્રમમાં બાગાયત નિયામક્શ્રી સી. એમ. પટેલ, સંયુક્ત બાગાયત નિયામક્શ્રી આર. એચ. લાડાણી સહિતના અધિકારીશ્રીઓ ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા. ખેડુતો સાથે ખેતી વિષયક ચર્ચાઓ કરી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પંડયાએ ઉપસ્થિત રહી ખેડૂતો સાથે વાતચીત કરી હતી, બાગાયત વિભાગની વિવિધ યોજનાકીય સહાય મેળવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામક શ્રી જે. ડી. વાળાએ પણ ખેડૂતોને ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યા હતા. સેમિનારમાં અમરેલી જિલ્લામાં બાગાયતી પાકોમાં રક્ષિત ખેતી અંગે ઇમ્પેક્ટ એનાલિસીસ પણ કરવામાં આવ્યુ હતુ. આગામી સમયમાં પાક પસંદગી, માર્કેટિંગ, ઉત્પાદન સહિત મુદ્દાઓને FPO હેઠળ આવરી લેવા બાબતે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી, નાયબ ખેતી નિયામકશ્રી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ, બેંકના અધિકારીશ્રીઓ, FPO તેમજ ખેડૂતો સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments