fbpx
ભાવનગર

બાગાયત ખાતાની કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમયોજનાનો લાભ લેવા આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવા બાબત

નાણાકીય વર્ષ: ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતી ખેડુતોને સહાય આપવાના કાર્યક્રમ હેઠળ “કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ” યોજના નવી બાબત તરીકે મંજુર થયેલ છે. આ કાર્યક્રમ હેઠળ વ્યક્તિગત ખેડૂતોને (ઓછામાં ઓછી ૨.૦૦ હે. અને મહત્તમ ૪.૦૦ હે.) તથા ખેતી લાયક જમીન ઘારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળીના સભાસદોને (ઓછામાં ઓછી ૨.૦૦ હે. અને મહત્તમ ૫૦.૦૦ હે.) બહુ વર્ષાયુ ફળઝાડ વાવેતર માટે સહાય આપવામાં આવશે તથા પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મીકંમ્પોસ્ટ યુનિટ, પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા બે ઘટકમાં સહાય મળવા પાત્ર રહેશે.

સદર યોજનામાં લાભ લેવા તા.:૦૪/૦૮/૨૦૨૨ થી તા.:૦૩/૦૯/૨૦૨૨ સુધી આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. બાગાયત ખાતાની આ યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડુતોએ I-khedut portal (www.ikhedut.gujarat.gov.in) પર ઇ-ગ્રામ સેન્ટર કે ઇન્ટરનેટ ઉપરથી જણાવેલ સાધનીક કાગળો સાથે અરજી કરવા જણાવવામાં આવે છે.

ઓનલાઇન ફોર્મ ભરી સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે અરજીની નકલ, ૭/૧૨, ૮-અ ની નકલ, હક્કપત્રક (નમુના-6)ની નકલ, જાતિના દાખલાની નકલ (અનુ.જાતિ/અનુ. જન જાતિના કિસ્સામાં), આધારકાર્ડ તેમજ બેંક પાસબુકની નકલ, પ્રોજેક્ટ પ્રપોઝલ જરૂરી ક્વોટેશન સાથે, રજીસ્ટ્ર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળીના સભાસદોના કિસ્સામાં રજીસ્ટ્રેશન, હેતુ, પ્રવૃતિઓ, બંધારણ, સભ્યો/સભાસદ વિ. ને લગતા સાધનીક કાગળો તેમજ છેલ્લા 3 વર્ષના ઓડિટ રીપોર્ટ, જમીન તથા પાણીના ચકાસણી રીપોર્ટ ની નકલ જોડીને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ફોન.નં.:૦૨૭૮-૨૪૨૦૪૪૪ એ રૂબરૂ કે ટપાલ દ્વારા રજુ કરવા નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts