બાગાયત ખાતાની ફળ રોપા ઉછેર કેન્દ્ર-નર્સરી દેશી નાળિયેરીના રોપા વેચાણ બાબત
ગુજરાત સરકારશ્રીના બાગાયત ખાતા હસ્તકની નર્સરી, બંદર રોડ, મહુવા, જિ.-ભાવનગર દ્વારા નાળિયેર રોપા(દેશી)નું વેચાણ શરૂ છે.
આથી, જે કોઈ ખેડૂતભાઈઓને દેશી નાળિયેરીના રોપાની જરૂરિયાત હોય, લેવાં ઇચ્છતા હોય તો તેઓએ ફળ રોપા ઉછેર કેન્દ્ર-નર્સરી, બંદર રોડ, મહુવા, જિ.-ભાવનગર રૂબરૂ આવી ખરીદી કરવાની રહેશે.
દેશી નાળિયેર રોપા લેવાં ઇચ્છુક ભાઈઓએ ૮-અ (ઓરીજનલ) અને આધાર કાર્ડની નકલ સાથે લાવવાની રહેશે. એક રોપા દીઠ રૂ.૪૦/-ના ભાવે વહેલાં તે પહેલાના ધોરણે રોપા આપવામાં આવશે. નર્સરીના કામકાજના દિવસે સવારેઃ ૮ થી ૧૨ અને બપોરેઃ ૨ થી ૬ સુધીમાં રોપા લેવાં રૂબરૂ આવવાનું રહેશે
ચાલુ વર્ષ દરમ્યાન નાળિયેરીના રોપા ખરીદી, વાવેતર કરેલ હોય તેવા ખેડૂતો સરકારશ્રીની વેબસાઇટ www//ikhedut.gujarat.gov.in પર બાગાયત ખાતાની યોજનાઓ પર જઇ ક્રમ નંબર ૪૨ ના ફળપાક પ્લાન્ટીંગ મટીરિયલમાં સહાય ઘટકમાં તા.૩૧/૦૭/૨૦૨૨ પહેલા અરજી કરી ૯૦% સુધીની સહાય મેળવી શકાશે તેમ બાગાયત અધિકારી, નર્સરી, મહુવાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments