બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવી
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને બાગાયતી ખેતી માટે વિવિધ યોજનાઓ દ્વારા સહાયનો લાભ આપવામાં આવે છે. આ યોજનાકિય સહાયના લાભ દ્વારા ખેડૂતો પોતાની બાગાયતી ખેતીને સમૃદ્ધ બનાવી શકે છે. અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ની બાગાયત ખાતા હેઠળ આવતી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અમરેલી જિલ્લાના ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા માટે અમરેલી નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતો ‘આઇ-ખેડૂત’ પોર્ટલ દ્વારા તા.૩૧-૦૭-૨૦૨૨ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકે છે. આ ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતો http://ikhedut.gujarat.gov.in પરથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સરદાર ચોક, ચકકરગઢ રોડ, અમરેલીના સરનામે અરજી કરી શકે છે. અરજી કરતી વખતે ખેડૂતોએ જે યોજનાનો લાભ લેવો હોય તેને લગતા પુરાવાઓ અરજી સાથે જોડવાના રહેશે. આ પુરાવામાં ૭,૧૨,૮-અ, બચત બેંક ખાતાનો પુરાવો, આધાર કાર્ડ, તથા મોબાઈલ નંબર વગેરે પુરાવા જોડવા અનિવાર્ય છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, અમરેલી, ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૮૪૪૯ પરથી માહિતી મેળવી શકાશે.
Recent Comments