બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકાશે
ભાવનગર જીલ્લાના બાગયાતદાર ખેડૂતો માટે નાણાકીય વર્ષ-૨૦૨૨-૨૩ માં બાગાયત ખાતા ની વિવિધ યોજનાઓ જેવીકે ઘનિષ્ઠ ખેતી થી વાવેલ ફળપાકો, કેળ(ટિસ્યુ), પપૈયાં, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, બાગાયત પેદાશોના પેકિંગ મટિરિયલ્સ ખરીદીમાં સહાય, છૂટા તથા દાંડી ફૂલ પાકો ની ખેતી, પ્લાસ્ટિક આવરણ (મલ્ચિગ), બાગાયત યાંત્રિકરણ, કોલ્ડચેઈન મેનેજમેન્ટ કાર્યક્રમ વગેરે જેવા ઘટકોમાં લાભ લેવા માગતા ઇચ્છુક લાભાર્થીઓએ આઇ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) મારફતે તા.:૧૨/૦૭/૨૦૨૨ થી તા.:૩૧/૦૭/૨૦૨૨ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે,અરજીની નકલ (સહીવાળી) તથા જરૂરી સાધનિક પુરાવા જેવા કે, ૭-૧૨/૮-અ ની નકલ, આધારકાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની ઝેરોક્ષ સહિતની અરજી દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ,નવાપરા,ભાવનગર ખાતે અચૂક રૂબરૂ કે ટપાલ દ્વારા જમા કરાવવા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે. આ અંગે વધુ માહિતી માટે કચેરી ફોન નં.: ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરી શકાશે.
Recent Comments