fbpx
ભાવનગર

બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકાશે

ભાવનગર જીલ્લાના તમામ બાગયાતદાર ખેડૂતો માટે નાણાકીય વર્ષ-૨૦૨૨-૨૩ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, ટુલ્સ, ઇક્વિપમેન્ટ, શોર્ટિંગ/ગ્રેડિંગ ના સાધનો, કમલમ ફળ (ડ્રૈગન ફ્રૂટ) વાવેતર માટે સહાય કાર્યક્રમ, કમ્પ્રિહેંસીવ હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, મિશન મધમાખી કાર્યક્રમ વગેરે જેવા ધટકોમાં તેમજ અનુ સૂચિત જાતિના ખેડૂતો માટે વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, ટ્રેક્ટર (૨૦ BHP સુધી), ટ્રેક્ટર ઓપરેટેડ/માઉન્ટેડ સ્પ્રેયર, સ્વયં સંચાલિત મશીનરી, પાવર નેપસેક સ્પ્રેયર વગેરે જેવા ધટકોમાં લાભ લેવા માગતા સબંધિત ઇચ્છુક લાભાર્થીઓએ આઇ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) મારફતે તા.૧૫/૦૧/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

તથા મશરૂમ ઉત્પાદન એકમ, મશરૂમ સ્પાન મેકિંગ યુનિટ, રાઈપનિંગ ચૅમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન), પ્રાઇમરી/ મોબાઈલ/ મિનિમલ પ્રોસેસિંગ યુનિટ, રેફ્રીજરટેડ ટ્રાન્સપોર્ટ વિહિકલ,જૂના બગીચાનું નવીનીકરણ, નાની નર્સરી (૧ હે. સુધી) વગેરે જેવા ઘટકોમાં લાભ લેવા માંગતા તમામ બગયાતદાર લાભાર્થીઓએ તા.૩૧/૦૧/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે અને અરજીની નકલ (સહીવાળી) તથા જરૂરી સાધનિક પુરાવા જેવા કે, ૭-૧૨/૮-અ ની નકલ, આધારકાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની ઝેરોક્ષ સહિતની અરજી દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે અચૂક રૂબરૂ કે ટપાલ દ્વારા જમા કરાવવા બાગાયત ખાતાની યાદીમાં જણાવવામાં આવેલ છે. આ અંગે વધુ માહિતી માટે કચેરી ફોન નં.: ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરી શકાશે.

Follow Me:

Related Posts