fbpx
અમરેલી

બાગાયત ખાતાની વિવિધ સહાય યોજના માટેઆઇ-ખેડુત પોર્ટલ પર તા.૩૧ ઓક્ટોબર સુધીમાં ઓનલાઇન અરજી કરવી

વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે અમરેલી જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાય યોજનાઓ જેમ કે, સરગવાની ખેતી, આંબાસજામફળમાં ફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ,કમલમ ફળપાકની ખેતીમાં સહાય, કોમ્પ્રેહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ,ટીસ્યુકલ્ચર છોડ દ્વારા ખારેકની ખેતીમાં સહાય, ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલ્સ, બાગાયતી પાકોના પ્રોસેસિંગના નવા યુનિટ, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ, ખેતર પરના શોર્ટિંગ ગ્રેડિંગ પેકિંગ એકમ ઉભા કરવા સહાય તેમજ હવાઈ માર્ગ બાગાયત પેદાશોની નિકાસ માટેના નુર સહાય જેવા ઘટકોમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ મારફત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવનાર છે.

આ માટે ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી તા. ૩૧ ઓક્ટોબર,૨૩ સુધીમાં જરુરી સાધનીક પુરાવા સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સરદાર ચોક,ચક્કરગઢ રોડ,અમરેલીના સરનામે મોકલી આપવા જણાવવામાં આવે છે. ઉપરાંત અરજી કરવા માટે  http://ikhedut.gujarat.gov.in વેબ સાઇટનો ઉપયોગ કરવો અને ખેડૂત ખાતેદારે ૭,૧૨,૮-અ,બચત બેંક ખાતા નંબર, આધારકાર્ડ તથા મોબાઈલ નંબર સાથે રાખવા. વધુ માહિતી માટે સંપર્ક નંબર ૦૨૭૯૨-૨૨૩૮૪૪ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts