અમરેલી

બાગાયત યોજનાકીય સહાયનો લાભ મેળવ્યો હોય તેવા

ખેડુતોએ આગામી તા.૮ જૂન સુધીમાં સાધનિક પુરાવાઓ રજૂ કરવા

ખેડુતો માટે બાગાયત શાખાઓની વિવિધ યોજનાઓ અમલી છે. આ વિવિધ યોજનાઓનો લાભ  લેવા માટે જે ખેડૂતોએ ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરી હોય તેમને આગામી તા.૦૮/૦૬/૨૦૨૨ સુધીમાં બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે આ અરજીઓ જરૂરી દસ્તાવેજ અને આધાર પુરાવાઓ સાથે પહોંચતી કરવી. આ અરજીઓ મળ્યા બાદ બાગાયત કચેરી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે આથી દરેક ખેડૂતોને ફળઝાડ વાવેતર ઘટકમાં સહાય મેળવી હોય તેમણે બીજા- ત્રીજા વર્ષ માટે સહાયની અરજી સાધનીક કાગળો સાથે કચેરીને વિગતો પૂરી પાડવા સહકાર આપવા નાયબ બાગાયત અધિકારીશ્રીએ અનુરોધ કર્યો છે. ખેડુતોએ વધુ વિગતો અને માહિતી માટે  બાગાયત કચેરીના ફોન નં . (૦૨૭૯૨-૨૨૩૮૪૪) પર સંપર્ક કરવો.

Follow Me:

Related Posts