fbpx
અમરેલી

બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓ માટે અરજી કરનાર ખેડૂતોએ તા.૨૫ જૂન સુધીમાં જરુરી સાધનિક પુરાવાઓ રજૂ કરવા અનુરોધ

અમરેલી જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયકીય યોજનાઓમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે સહાય મેળવવા ખેડૂતો દ્વારા તા.૧૨ માર્ચ-૨૦૨૪ થી તા.૧૧ મે-૨૦૨૪ દરમિયાન આઇ-ખેડૂત (i-Khedut) પોર્ટલ મારફતે ઓન લાઇન અરજીઓ કરવામાં આવી હતી. સહાય મેળવવા ઇચ્છુક ખેડુતોએ અરજીની નકલ સાથે તાજેતરના ૭/૧૨ અને ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડની નકલ સહિતના જરુરી સાધનિક દસ્તાવેજોની નકલ, નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી પિન નં.૩૫૬૫૦૧ ખાતે તા.૨૫ જૂન, ૨૦૨૪ સુધીમાં જમા કરાવવી. આ અંગેની વધુ વિગતો માટે બાગાયત કચેરીનો સંપર્ક (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ કરવો, તેમ અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે. 

Follow Me:

Related Posts