fbpx
રાષ્ટ્રીય

બાગેશ્વર ધામના પંડિતને જાનથી મારી નાખવાની ધમકી, પંડિતના પિતરાઈ ભાઈએ નોંધાવી FIR

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ધમકી મળી છે. આ અંગે છતરપુર પોલીસે ફરિયાદ નોંધી છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સંબંધી લોકેશ ગર્ગે ધમકીઓ મળવાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે હ્લૈંઇ નોંધવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પિતરાઈ ભાઈ લોકેશ ગર્ગને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અમર સિંહ નામના વ્યક્તિએ અજાણ્યા નંબર પરથી કોલ કરીને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મારી નાખવાની ધમકી આપી છે. લોકેશ ગર્ગના રિપોર્ટ પર બમિઢા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

બમીઢા પોલીસે અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે કલમ ૫૦૬ અને ૫૦૭ હેઠળ એફઆઈઆર નોંધી છે. શ્યામ માનવની ચેલેન્જ મળ્યા બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસોથી આખા દેશમાં ચર્ચામાં છે. જે વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવારને ધમકી આપી છે, તેનું નામ અમર સિંહ જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાબાના પરિવારને ધમકી આપનાર વ્યક્તિને શોધી કાઢવામાં આવી રહ્યો છે. લોકેશ ગર્ગને જે મોબાઈલ નંબર પરથી ફોન કરવામાં આવ્યો હતો તેને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, આરોપી વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીને તેના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. બાબાના સહયોગીઓના જણાવ્યા અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી બે કલાકમાં બાગેશ્વર ધામ પહોંચશે. અગાઉ ગઈકાલે બાગેશ્વર બાબાને પડકારનાર શ્યામ માનવની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. શ્યામ માનવને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી.

અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે બાગેશ્વર બાબા પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કોઈ સિદ્ધિ નથી. તે એક ઢોંગ રચી રહ્યો છે. શ્યામ માનવે બાબાને પડકાર ફેંક્યો કે તેઓ નાગપુરમાં તેમના મંચ પર આવીને તેમનો ચમત્કાર બતાવે. જાે તેઓ આમ કરશે તો તેમને ૩૦ લાખ રૂપિયા આપવામાં આવશે. જણાવી દઈએ કે નાગપુરમાં ૫ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં બાગેશ્વર બાબા આવ્યા હતા. શ્યામ માનવ અને તેમની સંસ્થાનો આરોપ છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી કથા અધૂરી છોડીને ભાગી ગયા હતા.

Follow Me:

Related Posts