બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રીને હત્યાની ધમકી, પોલીસે આરોપીની ધરપકડ કરી
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસે બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ હ્લૈંઇ નોંધી રવિવારે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રિથોરાના રહેવાસી અનસ અંસારીએ ઈન્સ્ટાગ્રામ પર ધમકીભરી પોસ્ટ લખી હતી કે બાબા પર મોત મંડરાઈ રહ્યું છે.
બરેલીના પોલીસ અધિક્ષક રાજ કુમાર અગ્રવાલે જણાવ્યું કે હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રિથોરાના રહેવાસી અનસ અંસારીએ ઈન્સ્ટાગ્રામ પર ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે ભડકાઉ વાતો લખી અને શાસ્ત્રીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસ અધિક્ષકએ જણાવ્યું કે આ મામલામાં પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૫છ (ધાર્મિક લાગણીઓનું ઈરાદાપૂર્વક અપમાન), ૫૦૪ (શાંતિ ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન) અને સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હાફિઝગંજ પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ ૨૦૦૮. કલમ હેઠળ કેસ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે હિન્દુ જાગરણ મંચ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.
આ સાથે, વિવાદાસ્પદ પોસ્ટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા સાઇટ પર શેર કરવામાં આવ્યો હતો. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અનસ અંસારી કોઈ આતંકવાદી સંગઠન સાથે જાેડાયેલો છે કે કેમ. આ મામલે પોલીસે હાફિઝગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ તમામ બાબતો જાણવા મળી રહી છે કે આરોપી અનસ અંસારી કોના સંપર્કમાં હતો. છેલ્લા કેટલાક સમયથી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો જીવ જાેખમમાં હોય તેમ એક વ્યક્તિ દેશી કટ્ટા અને કારતુસ સાથે ઝડપાયો છે. પકડાયેલ ઈસમ પાસે હથિયાર ક્યાથી આવ્યા, કેમ તે હથિયાર સાથે બાગેશ્વર ધામમાં આવ્યો હતો. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં આજે મંગળવારે એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાઈ જતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આરોપી પાસેથી એક કટ્ટો અને જીવતા કારતુસ મળી આવ્યા છે. આ સમાચાર મળતા જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
Recent Comments