fbpx
રાષ્ટ્રીય

બાગેશ્વર ધામમાં રાજસ્થાનની ૧૦ વર્ષની બાળકીનું મોત, શાસ્ત્રીએ ભભૂતી આપી ઘરે મોકલી દીધા

બાગેશ્વર ધામમાં રાજસ્થાનથી આવેલી ૧૦ વર્ષિય બાળકીના મોતનો મામલો સામે આવ્યો છે. બાળકીની તબિયત ખરાબ થતાં તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. તેની લાશને પ્રાઈવેટ એમ્બ્યુલન્સમાં લઈને પરિવાર બાડમેર આવ્યો હતો. મૃતક બાળકીનું નામ વિષ્ણુ કુમારી છે. તે ૧૭ ફેબ્રુઆરીએ બાગેશ્વર ધામ આવી હતી. પરિવાજનોના જણાવ્યા અનુસાર, આ બાળકીને ઝાટકા આવતા હતા.

ચમત્કારની વાત સાંભળીને તે બાગેશ્વરધામ ગઈ હતી, જ્યાં તેનું મોત થઈ ગયું છે. પરિવારના લોકોએ જણાવ્યું કે, ધામ પર બાળકીને ઝાટકા આવી રહ્યા હતા. આખી રાત બાળકી જાગી રહી હતી. બપોરે તેની આંખ લાગી તો પરિવારને થયું કે, તે સુઈ ગઈ. શરીરમાં કોઈ હલનચલન ન થતાં શંકા ગઈ તો, તેને હોસ્પિટલે લઈ ગયા. જ્યાં ડોક્ટર્સે તેને તપાસ કરી મૃત જાહેર કરી હતી. બાળકીની માતા ગુડીએ જણાવ્યું કે, દોઢ વર્ષથી ધામમાં આવી રહ્યા છે. આ વખતે ૧૭ ફેબ્રુઆરી શનિવારે બાળકીની મુશ્કેલીઓ વધી ગઈ હતી. બાબાજી પાસે લઈ તો તેમણે ભભૂતિ આપી.

તેમ છતાં બાળકી બચી નહીં. પરિવારના લોકોને બાગેશ્વર મહારાજે કહ્યું કે, તે શાંત થઈ ગઈ છે, તેને લઈ જાવ. એટલું જ નહીં જિલ્લા હોસ્પિટલમાં ચેકઅપ અને મોતની પુષ્ટિ બાદ પરિવાર તેને ઘરે લઈ જવા માગતો હતો. આ દરમિયાન તેમને સરકારી એમ્બ્યુલન્સ પણ ન મળી. તેના કારણે તેમણે ૧૧,૫૦૦ રૂપિયા ખર્ચીને પ્રાઈવેટ એમ્બ્યુલન્સ કરીને લઈ જવી પડી.

Follow Me:

Related Posts