fbpx
સૌરાષ્ટ - કચ્છ

બાટીયા ઓવરબ્રિજ નજીક છકડો રીક્ષા-કાર વચ્ચે અકસ્માતઃ માતા-પુત્રના મોત

એસ.)ભૂજ,તા.૨૦ભચાઉ પાસેના બાટીયા ઓવરબ્રિજ નજીક ગત રાત્રે ૧૦.૩૦ કલાકે માર્ગ ઓળગી રહેલા માતા પુત્રને કોઈ વાહન દ્વારા અડફેટે લેતા મોત નિપજ્યા હતા.અકસ્માત સર્જી અજાણ્યું વાહન ફરાર થઈ ગયું હતું. ભચાઉ ગાંધીધામ ધોરીમાર્ગ પર અરેરાટી ભયો બનાવ બન્યો હતો. હજુ સુધી મૃતકના નામ જાણી સકાયા ન હોવાનું ભચાઉ પોલીસે જણાવ્યું હતું.
બીજી તરફ ભચાઉથી સમાખીયાળી તરફના ધોરીમાર્ગ પર આજે સવારે અંદાજિત ૧૦ વાગ્યાની આસપાસ છકડો રીક્ષા અને એસયુવી કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર એક પુરુષ અને ત્રણ મહિલા ઇજાગ્રસ્ત થયા હતા. જેમને ૧૦૮ મારફત ભચાઉ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને નામ પોલીસ તપાસ બાદ સામે આવશે. અકસ્માતની વિગત માટે સમાખીયાળી પોલીસને પૂછતા તેમણે ત્રણ કલાક બાદ પણ બનાવ વિશે અજાણતા દર્શાવી હતી

Follow Me:

Related Posts