તાજેતરમાં સાવરકુંડલા ના બાઢડા મુકામે થયેલ ગોજારા અકસ્માતમાં ૨૪ જેટલા ગૌ વંશ સ્થળ પર મૃત્યુ પામ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા સાવરકુંડલા માં રેઢિયાળ રખડતી ગૌ-માતાની સેવા માટે તત્પર સંસ્થા એવી શ્રીજી ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ને જાણ થતા તાત્કાલિક ટ્રસ્ટ ના ૩૫ થી ૪૦ કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચી ને મોડી રાત્રી સુધી તમામ ગૌ માતાના મૃતદેહોને નગરપાલિકાના કેતનભાઇ બગડા અને હિતેશભાઇ મારૂના વાહનો દ્વારા નગરપાલિકા પી.એમ. સેન્ટરે મોકલાવેલ. ટ્રસ્ટની આ સેવારૂપ કાર્યવાહી જોઈ અને ટ્રસ્ટ ની કામગીરીને ત્યાં હાજર રહેલ સમગ્ર રેલ્વે સ્ટાફ અને પોલીસ સ્ટાફે શ્રીજી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ની કામગીરી ની પ્રશંસા કરેલ. અત્રે ઉલ્લેખનિય છે કે, આ સંસ્થાએ હાલમાં જ ૧૦૦૦ થી વધુ રેઢિયાળ ગાયો ને એક્સિડેન્ટ થી બચાવવા સેફ્ટી રિફ્લેક્શન બેલ્ટ બાંધવાની પણ નોંધનીય કામગીરી કરેલ તેમજ સમગ્ર સાવરકુંડલા વિસ્તારમાં દરરોજ રાત્રે ના રખડતી બિમાર ગાયો ના ડ્રેસિંગ તેમજ સારવાર પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
બાઢડા મુકામે થયેલ અકસ્માતમાં ટ્રેન હડફેટે ૨૪ ગૌવંશનામૃત્યુ બાદ શ્રીજી ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલાની પ્રશંસનિય કામગીરી

Recent Comments