બાપુનગરમાં બર્થ ડે પાર્ટીમાં ડીજે વગાડવા દરમિયાન એક વ્યક્તિએ ડાન્સ ન કરતાં ફટકારાયો
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બર્થ ડે પાર્ટીમાં ડીજે વગાડવા દરમિયાન એક વ્યક્તિએ ડાન્સ ન કરતાં તેને માર પડ્યો હતો. યુવક દુકાનેથી ઘરે જતો હતો ત્યારે પાર્ટીમાં હાજર લોકોએ તેને બળજબરીથી નાચવાનું કહ્યું હતું. યુવકે નાચવાની પાડતાં કેટલાક શખ્સોએ તેને લાફો મારી લાકડીથી માર માર્યો હતો. આ અંગે યુવકે ચાર લોકો વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બિલ્કુલ અજાણ્યા વ્યક્તિની બર્થ ડે પાર્ટી સાથે આ યુવકને નહાવા નીચોવાનો પણ સંબંધ નહીં હોવાથી સ્વાભિવક રીતે જ તેણે ના પાડી હતી. ના સાંભળીને ઉશ્કેરાઈ ગયેલાં ટોળાએ તેને બેફામ માર માર્યો હતો.
આટલી હદની દાદાગીરીના કારણે આ વિસ્તારના લોકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે. બાપુનગરમાં આવેલાં લાલ બહાદુર સ્ટેડિયમ પાસે રહેતાં વિનોદજ સહાની આનંદ ફ્લેટ પાસે કરિયાણીની દુકાન ધરાવી વેપાર કરે છે. બે દિવસ પહેલાં તેઓ રાત્રે નવેક વાદ્યે તેમની પત્ની દુકાને હાજર હોવાથી ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે વાહન લઈને તેઓ તેમના સાળા રવિન્દ્રભાઈની દુકાન પાસે ગયા હતા. ત્યાં વાહન મૂકીને તેઓ ચાલતા ઘરે જતા હતા.
આ દરમિયાન ત્યાં ખાડા પાસે રહેતાં વિસરજીતનો જન્મદિવસ હોવાથી ડીજે વાગતું હતું. અહીં રહેતા દિપક નામના શખ્સે ડીજે પર નાચવા વિનોદભાઈને ખેંચીને ડીજે પાસે લઈ ગયા હતા. જાે કે વિનોદભાઈએ ના પાડતાં તેમને લાફો ઝીંકી દીધો હતો. આ દરમિયાન અન્ય શખ્સો પણ ભેગા થઈ ગયા હતા. બાદમાં આ દીપક, બબલુ, અજય કનોજીયા, અમરજીત ઉર્ફે પુતુ ઠાકુર નામના શખ્સોએ વિનોદભાઈને લાકડીઓ મારીને માર માર્યો હતો.
Recent Comments