fbpx
અમરેલી

બાપ માલેતુજારને ત્યાં મજૂરી કરે…ને દીકરો માલેતુજારોનાં સંતાનો ને સ્પેનિશ લેન્ગવેજ શીખવે.. 

એક મુસ્લિમ મજૂરનાં દીકરાએ કવિ દાદની કવિતાને જીવી બતાવી….ચીલે ચીલે તો પૈડાં ચાલે…તું તો ચેતક છો, જરા આમ આડો ફંટાઈ ને આવ ને..! કવિ દાદ.

સ્વ. કવિ દાદે આ કવિતામાં ઈશ્વર યુવાન પાસેથી શું ઈચ્છા રાખે છે, તેની વાત કરી છે. સામાન્ય રીતે યુવાનો પોતાનો અભ્યાસ વર્ષોથી જે ચીલાચાલુ પદ્ધતિ ચાલી આવતી હોય તે ઘરેડમાં જ ભણ્યા કરતા હોય છે. પછી તેમાં જ સંતોષ માની લેતા હોય છે. પરંતુ આવા લાખોમાંથી એકાદ હીરો આફ્રીદીન શેખ જેવો નીકળે. જેણે બીજાના ચીલે ચીલે ચાલવાને બદલે પોતે પોતાનો અલગ જ ચીલો પાડ્યો અને હવે બીજા આફ્રિદીન નાં ચીલે ચાલશે.

સાવરકુંડલાનાં નુરાનીનગરમાં રહેતાં અને લોખંડના કારખાનામાં મજૂરી કરતા મુસ્લિમ શેખ ફારૂકભાઈ મહમદભાઈ નાં બે દીકરાઓમાં મોટો દીકરો પ્રાથમિક અને માધ્યમિક પાયાનું શિક્ષણ સનરાઈઝ સ્કૂલમાં મેળવેલ. તે સમય દરમિયાન જ હિરાપારખું પ્રતાપભાઇ ખુમાણની દ્રષ્ટિ આફ્રિદીન પર પડી અને બીજા કરતા જુદી માટીનો દેખાણો. સમયે સમયે જરૂરી માર્ગદર્શન અપાતું ગયું. સૌરાષ્ટ્ર યુનીવર્સિટીમાં થી એમ.એસ.સી. વિથ મેથેમેટિક્સ ડીસ્ટીગશન સાથે ગ્રેજ્યુએટ થયો. ત્યારબાદ અચાનક તેનું ધ્યાન સ્પેનિશ લેન્ગવેજ તરફ ખેંચાયું. પોતે નેટ મારફત જાતે જ અભ્યાસ ચાલું કર્યો. અને અનુભવ્યું કે અંગ્રેજી સાથે આ ભાષા મળતી આવે છે. પૂરી તૈયારી સાથે સ્પેન ની રાજધાની મેડ્રિડ સ્થિત instituto Cervantes દ્વારા DELE B1 (diploma in Spanish as a foreign language) રાજસ્થાનનાં જયપુર શહેરમાં માનસરોવર માં આવેલ ટાગોર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ રાજ્યોમાંથી આવેલા સેંકડો વિદ્યાર્થીઓ એ આ B1 લેવલની એક્ઝામ આપી જેમાં શેખ આફ્રિદીન પ્રથમ નંબરે પાસ થયો.

આ દરમ્યાન રાજકોટની જાણીતી શિક્ષણ સંસ્થા એસ.એન. કણસાગરા સ્કૂલમાં સ્પેનિશ લેન્ગવેજ ટ્યુટર ની વેકેંસી હોવાથી ત્યાં ઇન્ટરવ્યું માટે ગયો. ત્યાં મૂળ ફ્રાન્સ નાં બે નિષ્ણાંત Virginia garsia અને Damien કે જેઓ આ સ્કૂલમાં હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ છે,આ બન્ને દ્વારા ખૂબજ ઊંડાણ પૂર્વક આફ્રિદીનને સ્પેનિશ લેન્ગવેજ મા ચકાસી ને પસંદ કરવામાં આવ્યો. અને સામાન્ય ગરીબ કુટુંબમાંથી આવતા આ બાળકને જ્યારે તેને સ્ટાર્ટીગ ૩૫,૦૦૦/- સેલરી ની ઑફર થઈ ત્યારે આંખમાં ઝળઝળિયા આવી ગયા એણે ફોનથી પોતાનાં મમ્મી પપ્પાને જ્યારે આ સમાચાર આપ્યા ત્યારે આ પરિવારમાં જાણે ઈદ આવી !! આ રાજકોટ સ્થિત એસ.એન.કે.માં IGCSF (international genaral certificate of secondary Education) CAMBRIDGE નો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે ત્યારે એમાં સ્પેનિશ ભાષામાં માતૃભાષા જેટલી જ પક્કડ હોય તો જ ચાલે. ત્યારે વેરી વેરી ટેલેંટેડ શેખ આફ્રિદીન તમામ કસોટીમાં ખરો ઉતરી અત્યારે ત્યા ટ્યુટર તરીકે સફળતાપૂર્વક કામગીરી કરી રહ્યો છે.

Follow Me:

Related Posts