fbpx
રાષ્ટ્રીય

બાપ રે બાપ.. આટલી આકરી ગરમીથી તો હવે કંટાળ્યા દેશમાં ક્યાંક ગરમી તો ક્યાંક વંટોળ અને વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૨૪ કલાક દરમિયાન, લક્ષદ્વીપ, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ, મેઘાલય, આસામ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની વરસવાની સંભાવના છે. કર્ણાટક, ઉત્તરપૂર્વ બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં વાવાઝોડું આવી શકે છે. પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીના મોટાભાગના ભાગોમાં ૩૦ મેના રોજ હીટ વેવથી ગંભીર હીટ વેવની સ્થિતિ આવી શકે છે અને તે પછી તે ઘટી શકે છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન કેરળ, લક્ષદ્વીપ અને આસામમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી સમયમાં તાપમાન વધવાની કોઇ શક્યતાઓ નથી. હાલના દિવસોમાં જે તાપમાન છે તે જળવાઈ રહેશે સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ હાલ વધુ છે ૪૦% થી ૫૦% સુધી જે આવનારા દિવસોમાં ઓછું રહેશે પરિણામે લોકોને બફારા અને ઉકળાટ થી પણ રાહત મળે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. હાલમાં રાજ્યમાં વરસાદની કોઈ સ્થિતિ નથી પરંતુ વંટોળ અને આંધી રહી શકે છે. પવનની ગતિ ૨૦ થી ૩૦ કિમી રહેશે. તેવું અનુમાન કરવામાં આવ્યું છે અને કચ્છ, પાટણ અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં આંધી વંટોળની સ્થિતિ પણ રહેશે તેવી આગાહી છે.

Follow Me:

Related Posts