બાબરના ધરાઈ ગામેં સ્વૈચ્છીક લોક ડાઉન જાહેર કરાયું
આજ રોજ ધરાઈ ગામ ના તમામ નાગરિકો તેમજ તમામ દુકાન દારો સાથે મળી ને કોરોના સામે લડવા મક્કમતા બતાવી ધરાઈ ગામને સ્વૈચ્છીક લોક ડાઉન કરીને કોરોના ને અટકાવવા ના તમામ પ્રયાસો કરવા સાથ અને સહકાર આપવા તૈયારી બતાવી,
આ તકે સરપંચશ્રી ,,મિતુલભાઈ જોષી, બાબરા પોલીસ સ્ટાફ પંડીયા ભાઈ, સંજયસિંહ તેમજ આગેવાન ,મહેન્દ્ર ભાઈ, બાબુ ભાઈ દીલા ભાઈ રમેશ ભાઈ મિસ્ત્રી, ઘના ભાઈ સાવલિયા અરુણ ભાઈ સંજયભાઈ સતાની, વિરલભાઈ, પ્રકાશભાઈ, સંદીપભાઈ, વિગેરે હાજર રહીને ધરાઈ ગામે સવારે 6 થી 9 અને સાંજે 6 થી 9 દુકાનો ખુલી રહેશે અને બાકી ના સમય માં ગામ સદંતર બંધ રાખવા નક્કી કરવામાં આવ્યું,જેમાં નીચે મુજબ ના નિયમો રહેશે,1) નક્કી કરેલ સમય માંજ દુકાનો ખુલ્લી રાખવી,2) દરેક દુકાને સેનિટાઇઝર ફરજીયાત રાખવું,3) ગામ લોકોને કામ વગર બહાર નીકળવું નહિ,4) કોવીડ -19 ના તમામ નિયમો પાળવા ના રહેશે,,5) ગામ લોકોએ માસ્ક ફરજીયાત બાંધવું,
ઉપર મુજબ ના તમામ નિયમો પાળી ગ્રામ પંચાયતને અને સરકાર શ્રી ને સહકાર આપવા જણાવેલ અને જો કોઈ વ્યક્તિ નિયમ નો ભંગ કરશે તો નિયમ મુજબ દંડ કરવામાં આવશે,, આ નિયમ તા -15-4-21 થી 30-4-21 શુધી નો રહેશે, અંત માં આ તમામ નિયમો માનવ જિંદગી બચાવવા માટે ના હોય જે ગ્રામ પંચાયત કે સરકાર ફરમાવે કે નક્કી કરે તેમ અમલવારી કરવાની રહેશે,,,
Recent Comments