fbpx
અમરેલી

બાબરાનાં રાંદલનગરમાં ચોરોના ત્રાસથી સ્‍થાનિકોનું પેટ્રોલીંગ શરૂ

બાબરામાં રાંદલનગરના રહેવાસીઓએ સ્‍થાનિક પી.એસ.આઈ.ને પત્ર પાઠવીને ચોરોની સમસ્‍યા દૂર કરવા માંગ કરેલ છે.પત્રમાં જણાવેલ છે કે, બાબરા પોલીસ સ્‍ટેશનમાં છેલ્‍લા 30 દિવસની અંદર 3 વખત ચોરો આવેલ તેની જાણ મોબાઈલ તેમજ વોટસએપમાં વિડીયો તેમજ ફોટા મોકલીને જાણ કરેલ છે.

છેલ્‍લા 1 માસની અંદર રાંદલનગર વિસ્‍તારમાં ત્રણ ત્રણ વખત ચોરો આવેલ છે.ચોર લૂંટ, જાન માલ કે કોઈ ગંભીર ગુના કરે તે પહેલા ઘટતું કરી અને આ વિસ્‍તારમાંઘોડેસ્‍વાર પોલીસ મૂકવા વિનંતી.હાલના વૈજ્ઞાનિક યુગમાં પોલીસને સહકાર મળે એ દિશામાં વિચારીને રાંદલ નગર સોસાયટીમાં સીસી ટીવી કેમેરા ફીટ કરાવેલ છે અને રાંદલ નગરમાં આવેલ ચોર લૂંટારૂઓના ત્રણે વખતના આવેલ.

અમરેલીથી તેના નિષ્‍ણાંત માણસો બોલાવીને સીસીટીવી ફુટેજ એપમાં રાખી નિષ્‍ણાંતો, અધિકારીને આપી તેની ઓળખ કરાવીને કાર્યવાહી કરવી જરૂરી છે.તા.રર/8ની રાત્રે એટલે કે તા.ર3/8ના વહેલી સવારે રઃ44ની ફુટેજ લઈને તપાસ કરાવીને યોગ્‍ય કરવા વિનંતી.તા.રપ/8 થી અમો રાંદલ નગરના રહીશો પણ ત્રણ ચારની ટૂકડીઓ બનાવીને પેટ્રોલીંગ કરી રહયા છીએ તેમ અંતમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts