બાબરાના ઉટવડ ગામે જુગાર રમતા પાંચ ઈસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ – જુગારની બદી દુર કરવા પ્રોહી – જુગારના કેસો કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું .
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે ગઇ કાલ તા .૧૫ / ૧૧ / ૨૦૨૨ નાં રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ઉટવડ ગામે રેઇડ દરમ્યાન પાંચ ઇસમોને જાહેરમાં જુગાર રમતા રોકડ રકમ , મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી , પાંચેય ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી , પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે છું .
પકડાયેલ આરોપીઃ ( ૧ ) સંજય હમીરભાઇ ડાભી , ઉ.વ .૩૬ , રહે.ઉટવડ , તા.બાબરા , જિ.અમરેલી ( ૨ ) ઘનશ્યામભાઇ બાઘાભાઇ રાસીયા , ઉ.વ .૪૩ , રહે.ઉટવડ , તા.બાબરા , જિ.અમરેલી ( ૩ ) વિપુલ બાબુભાઇ મકવાણા , ઉ.વ .૨૮ , રહે.ઉટવડ , તા. બાબરા , જિ.અમરેલી ( ૪ ) દીનેશ જાદવભાઇ ડાભી , ઉ.વ .૩૮ , રહે.ઉટવડ , તા.બાબરા , જિ.અમરેલી ( ૫ ) રાજુ ભગવાનભાઇ ડાભી , ઉ.વ .૩૫ , રહે.ઉટવડ , તા.બાબરા , જિ.અમરેલી
પકડાયેલ મુદ્દામાલ રોકડા રૂ .૧૧,૫૪૦ / – તથા મોબાઇલ ફોન નંગ – ૪ કિ.રૂ .૨૦,૦૦૦ / – તથા ગંજીપત્તાના પાના નંગ – પર કિ.રૂ .૦૦ / – મળી કુલ કિં.રૂ .૩૧,૫૪૦ / – નો મુદ્દામાલ ,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments