ગુન્હાની વિગત : – અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઉંટવડ ગામે રહેતા ફરીયાદી મનસુખભાઇ શંભુભાઇ ભાયાણી ઉ.વ .૫૫ ધંધો.ખેતી રહે.ઉંટવડ તા.બાબરા જિ.અમરેલી વાળા તા .૧૬ / ૧૨ / ૨૦૨૨ ના રાત્રીના આશરે એક વાગ્યાના અરસામાં વાડીએથી પોતાના ઘરે આવતા પોતાના મકાનની ડેલી આગળ ત્રણ અજાણ્યા ઇસમો ડેલીનું તાળુ તોડતા હોય , જેથી આ ફરિ.એ તેઓને બોલો ભાઇ બોલો તેમ કહી ટપારતા આ ત્રણેય ઇસમો એકદમ કાઇ પણ બોલ્યા વગર ફરિ . ઓળખે તે પહેલા એક ઇસમે લોખંડના પાઇપ વતી ફરિ.ના જમણા હાથે મારેલ અને સાથેના બે માણસોએ પકડવા પ્રયત્ન કરતા ઝપા – ઝપી થતા તે લોખંડના પાઇપ વતી . ફરિ.ને ઉપરા ઉપરી ( આડેધડ ) ત્રણ ચાર ઘા માથાના ભાગે મારી ગંભીર ઇજા કરી આ ત્રણેય અજાણ્યા આદિવાસી જેવા મજુર ઇસમો નાસી ગયેલ . જે અંગે મનસુખભાઇ શંભુભાઇ ભાયાણી રહે.ઉંટવડ વાળાએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતાં બાબરા પો.સ્ટે . ગુ.ર.નં. એ .૧૧૧૯૩૦૦૮૨૨૦૯૩૮ / ૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૨૫,૩૨૩,૩૮૨ , ૪૫૪,૪૫૭,૫૧૧,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી . થયેલ .
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનતા ચોરી , લુંટ તથા મારા મારી જેવા ગંભીર ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય , જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધર પકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ , અમરેલી વિભાગ , અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય ,
જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી આર.ડી.ચૌધરી તેમજ સર્વેલન્સ ટીમ દ્વારા સદરહુ ગુન્હાના અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ , શકદારોને ચેક કરવામાં આવેલ તેમજ ગુન્હા વાળી જગ્યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા ભોગ બનનાર / ફરિયાદીના સગા સબંધીઓની પુછપરછ કરી , આ ગુનો બનવા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવેલ અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ . આરોપીઓ ગુનાને અંજામ આપી .
નાસી જતી વખતે આરોપીઓ જે રસ્તાઓનો ઉપયોગ કરી શકે તેવા સંભવિત તમામ રસ્તાઓ પરના સી.સી.ટી.વી. ફુટેજનો જીણવટ ભરી રીતે અભ્યાસ કરવામાં આવેલ . આ ગુનો બનેલ તે વિસ્તારની તથા આજુ – બાજુના વિસ્તારની તમામ વાડીઓએ કામ કરતા મજુરોની પુછપરછ કરવામાં આવેલ અને બનાવના સમયે તેઓની હાજરી ક્યાં હતી તે અંગે તપાસ કરવામાં આવેલ . તપાસ દરમ્યાન સર્વેલન્સ ટીમે ટેકનીકલ સર્વેલન્સથી શકમંદ ઇસમોની ઉંટવડ તેમજ વાવડા ગામની સીમ વિસ્તારની વાડીઓમાં રહી ખેત મજુરી કામ કરતા ઇસમોની યુક્તી – પ્રયુક્તિથી સંઘન પુછપરછ કરતા કરતાં તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી .
ગુન્હામાં પકડારોલ આરોપીઓની વિગતઃ ( ૧ ) રવી સન / ઓફ રડુસિંગ ભાંગડાસિંગ મેહડા ઉ.વ .૨૦ ધંધો – મજુરી રહે.ખનીઆંબા ગામ તા.કુકસી જિ.ધાર ( MP ) હાલ રહે.ઉંટવડ ઘોહાભાઇ વાલજીભાઇ જનની વાડીયે તા.બાબરા જિ.અમરેલી ( ૨ ) હિંન્દુ સન / ઓફ નગરસિંગ હિરાસિંગ મહેડા ઉ.વ .૨૭ ધંધો – મજુરી રહે.તરસીંગા ગામ તા.કુકસી જિ.ધાર ( MP ) હાલ રહે.ઉંટવડ જયસુખભાઇ રવજીભાઇ ખુંટની વાડીયે તા.બાબરા જિ.અમરેલી ( ૩ ) ગોલુ સન / ઓફ જોગડીયા તેરસીંગ અનારે ઉ.વ .૨૧ ધંધો – મજુરી રહે.તરસીંગા ગામ તા.કુકસી જિ.ધાર ( MP ) હાલ રહે.વાવડા ભાવેશભાઇ ઉર્ફે ધનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ ભાયાણાની વાડીયે તા.બાબરા જિ.અમરેલી
ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ . શ્રી આર.ડી ચૌધરી તેમજ બાબરા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ , જયદેવભાઇ આર હેરમા તથા પો.કોન્સ.મહાવીરસીંહ બી સીંધવ તથા પો.કોન્સ.રાજેશભાઇ જી રાઠોડ તથા પો.કોન્સ.ગોકુળભાઇ એમ રાતડીયા દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments