અમરેલી

બાબરાના માર્કેટયાર્ડમાં રર હજાર મણ કપાસની આવક

બાબરામાં માર્કેટીંગ યાર્ડમાં શરૂઆતથી કપાસની પુષ્‍કળ આવક જોવા મળી રહી છે ચાલુ વર્ષે ચોમાસુ સારૂ રહેતા કપાસનું બમણું ઉત્‍પાદન તાલુકામાં જોવા મળી રહ્યું છે જેના હિસાબે બાબરા માર્કેટીંગયાર્ડમાં કપાસની સારી આવક જોવા મળી છે વળી ભાવ પણ ઊંચો રહેતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ત્‍યારે બાબરા માર્કેટીંગ યાર્ડમાં સવારથી કપાસની આવક પુષ્‍કળ જોવા મળી હતી અહીં યાર્ડના શેડમાં કપાસના ઢગલા પથરાય ગયા હતા તેમજ વાહનોની પણ લાંબી લાઈનો લાગી હતી યાર્ડમાં આજની આવક રર હજાર મણની કપાસની આવક જોવા મળી હતીતેમજ ભાવ પણ 1800 થી 19પ0 મળતા ખેડૂતોમાં હરખની લાગણી પ્રસરી ગઈ હતી.

બાબરા માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન બીપીનભાઈ રાદડિયાએ કપાસની પુષ્‍કળ આવક બાબતે પોતાનો રાજીપો વ્‍યક્‍તત કરતા જણાવ્‍યું હતું કે આ વર્ષે ચોમાસુ સારૂ રહેતા કપાસની પુષ્‍કળ આવક થઈ છે અહીં યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ     મળી રહ્યો છે જેના હિસાબે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા અને તાલુકામાંથી ખેડૂતો બાબરા કપાસ વેચવા માટે આવી રહ્યા છે તેમજ રવિવારની રજા બાદ કપાસની આવક વધુ જોવા મળી છે અને સિઝનની સૌથી વધુ આવક આજે જોવા મળી છે.

Follow Me:

Related Posts