અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંકિયા ગામ ખાતેની સરકારી પડતર જમીન ફાયરિંગ બટ માટે નક્કી કરવામાં આવી છે. પોલીસકર્મીઓની વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ ૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી દરમિયાન યોજાનાર છે. જેના અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી રે.સ.ન. ૬૦૧, હે-૩-૮૮-૬૩ ચો.મી.વળી સરકારી પડતર જમીનમાં ગોળીબાર પ્રેકટિસ દરમિયાન તમામને પ્રવેશ પર પ્રતબિંધ ફરમાવ્યો છે. ફાયરિંગ જમીન માટે નક્કી કરવામાં આવેલી જમીન ની ફરતે તાર ફેન્સીંગ કરી તેની બાહ્ય સીમા નક્કી કરવામાં આવી છે. તેની ચારે તરફની બાહ્ય સીમાથી ૧૦૦ મીટરના અંતર સુધી ૧ થી ૩૧ જાન્યુઆરી દરમિયાન તમામને અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
બાબરાના વાંકીયા ખાતેના ફાયરિંગ બટ વિસ્તારમાં પોલીસકર્મીઓની ફાયરિંગ પ્રેક્ટિસને અનુલક્ષીને પ્રવેશબંધી


















Recent Comments