અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંકીયા ગામ સ્થિત ફાયરિંગ બટ ખાતે તા.૩૧.૧૦.૨૦૨૪ સુધી વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ થનાર હોય આ સ્થિતિમાં ફાયરિંગ પ્રેક્ટિસના સમયગાળા દરમિયાન તકેદારીના ભાગરુપે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) હેઠળ અમરેલી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તા.૩૧.૧૦.૨૦૨૪ સુધી ફાયરિંગ બટ માટે મુકરર થયેલી બાબરા તાલુકાના વાંકીયા ગામના સરકારી પડતર રે.સ.નં ૬૦૧, હે.૩-૮૮-૬૩ચો.મી વાળી જગ્યા ફાયરિંગ બટ માટેની મુકરર જગ્યાને તાર ફેન્સીંગ કરી તેની બાહ્મ સીમા નક્કી છે તે મુજબ તે જગ્યાની ચારે તરફની બાહ્મ સીમાથી ૧૦૦ મીટરના અંતર સુધી રાહદારીઓની અવરજવર પર પ્રવેશબંધી છે. હુકમ ભંગ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી થશે.
બાબરાના વાંકીયા ગામ સ્થિત ફાયરિંગ બટની ચારેતરફ ૧૦૦ મીટર વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ

Recent Comments