અમરેલી

બાબરાના વાંડળીયા ખાતે મદદનીશ કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં રાત્રીસભા યોજાઈ

બાબરા તાલુકાના વાંડળીયા ગામે મદદનીશ કલેક્ટર શ્રી ઉત્સવ ગૌતમની પ્રેરક ઉપસ્થિતિમાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક તંત્રના કર્મીઓએ મદદનીશ કલેક્ટરશ્રીને ગામમાં આરોગ્ય, પોષણ, કૃષિ, શિક્ષણ વગેરે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

રાત્રી સભામાં નવા રસ્તા બનાવવા, વિજળીના જોડાણ માટે, પાણી, આરોગ્ય જેવા વિવિધ વિભાગોને લગતા નાગરિકો દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેનો મદદનીશ કલેક્ટરએ સંબધિત અધિકારીને ત્વરિત ઉકેલ લાવવા જણાવ્યું હતું. રાત્રીસભામાં ગામના અગ્રણીઓ, વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts