અમરેલી

બાબરાના સહકારી આગેવાન જીવાજીભાઈ રાઠોડ તરફથી સારહી તપોવન આશ્રમને સવિષેશ રૂા.ર,૧૧,૦૦૦/–ની શુભેચ્છા ભેટ અર્પણ કરવામા આવી

અમરેલી જીલ્લાના ખેડૂત પુત્ર, રાષ્ટ્રિય સહકારી દિગજ્જ નેતા, પૂર્વ કેબીનેટ મત્રી દિલીપ સઘાણીના ૭૦ મા જન્મ દિવસની ઉજવણીને અમરેલી જીલ્લા બેક સ્ટાફ પરિવાર તરફથી યાદગાર બનાવવાનો નવતર અભિગમ સમાજ માટે પ્રેરણારૂપ નિવડયો છે. અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને અમર ડેરી પરિવાર તરફથી દિલીપભાઈ સઘાણીના જન્મ દિવસે સામાજીક સસ્થા મહિલા વિકાસ ગૃહ અને પૂર્વાધજીવનના આશરા સમાન સારહી તપોવન આશ્રમના સેવાકાર્યોમા રૂા. ૧૧,૫૦,૦૦૦/– થી પણ વધુ રકમ બન્ને સસ્થાઓને અપર્ણ કરવામા આવી છે જેમા… રૂા.૨,૧૧,૦૦૦|–બેક ડીરેકટર જીવાજીભાઈ રાઠોડ, રૂા.૨૧,૦૦૦/– ડીરેક્ટર બાબુભાઈ સખવાળા રૂા.૧૧,૦૦૦/– યોગેશભાઈ બારૈયા, રૂા.૧૧,૦૦૦/- જનરલ મેનેજર બી.એસ.કોઠીયા, રૂા.૧૧,૦૦૦/- એ.એમ.ભુતૈયા, રૂા.૧૧,૦૦૦/- કે.પી.તલાટી, રૂા.૧૧,૦૦૦/- ડી.કે.તળાવીયા, રૂા.૧૧,૦૦૦/- જીલ્લા ખરીદ વેચાણ સઘ, રૂા.૧૧,૦૦૦/- લીલીયા મોટા ક્રેડીટ કો. ઓપ.સોસાયટી લી. તરફથી મળેલ છે. દિલીપભાઈ સઘાણીના જન્મ દિવસને એક અલગ સામાજીક રીતભાતથી ઉજવાની પહેલ સામાજીક પ્રેરણારૂપ બની જતા સઘાણીના સેવાના ઉદેશને સહકાર પરિવારે ચરિતાર્થ કર્યાનુ જાણવા મળેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, દિલીપ સઘાણીએ પોતાના જન્મ દિવસે મહિલા વિકાસ ગૃહની નિરાધાર બાળાઓ સાથે પગતમા બેસીને ભોજન લીધેલ, શુભેચ્છા ભેટ પણ સામાજીક સસ્થાઓને અપર્ણ કરેલ છે.

Related Posts