fbpx
અમરેલી

બાબરામાં કાગળ અને પ્‍લાસ્‍ટિકની અવનવી આકર્ષક પતંગનું આગમન

આગામી 14 જાન્‍યુઆરીના રોજ ઉત્તરાયણનાં પર્વની લોકો ધામધૂમથી ઉજવણી કરે છે. આ તહેવાર પરિવારના દરેક લોકો સાથે મળી ઉજવણી કરતા હોય છે. ઉત્તરાયણના દિવસે વ્‍હેલી સવારથી લોકો ધાબા ઉપર ચડી જતાં હોય છે અને પતંગ ઉડાડતા હોય. ચા-પાણી અને નાસ્‍તાની જિયાફત માણતા માણતા કાપ્‍યો છે તેના શોર બકોર વચ્‍ચે ઉત્તરાયણનાં પર્વની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે.

ત્‍યારે હવે ઉત્તરાયણનું પર્વ નજીક આવતા બાબરા શહેરમાં અવનવી અને આકર્ષક પતંગની બઝાર લાગી છે અને ખરીદી પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. કારણ કે બાળકો એક પખવાડિયા અગાઉથી પતંગ ઉડાડવા લાગી જતા હોય છે. હાલ બાબરામાં પ્‍લાસ્‍ટિક અને કાગળની અવનવી અને આકર્ષક પતંગનો પંજો રૂપિયા 1પથી રપ0 સુધીનો બઝારમાં જોવા મળી રહૃાો છે. બાળકોમાં આકર્ષક અને ઘેલું લગાડે તેવા મોટું પતલુ, છોટા ભીમ, એવેન્‍જર, ટોમ એન્‍ડ ઝેરી કાર્ટુન પતંગ મળી રહી છે તેમજ આ સિવાય અન્‍ય પતંગ પણ કલરફુલ અને આકર્ષક ડિઝાઈનમાં જોવા મળી રહી છે તેમજ પતંગનાં દોરામાં પણ અવનવી વેરાયટી જોવા મળી રહી છે. જેમાં 90થી 1પ00 રૂપિયાસુધીની ફીરકીનું વેચાણ જોવા મળી રહૃાું છે તેમજ પતંગ અને દોરાની સાથે બ્‍યુગલ, માસ્‍ક, ગોગલ્‍સ, કેપ, સેફટી ટેપની ખરીદી પણ લોકો મોટા પ્રમાણમાં કરી રહૃાા છે.

બાબરામાં પતંગનો હોલસેલ તેમજ છૂટક વેપાર કરતા મૌલિકભાઈ તેરૈયાએ જણાવ્‍યું હતું કે, આ વર્ષે પતંગની બઝારમાં ધરખમ વધારો જોવા મળી રહૃાું છે. ચાલું વર્ષે પતંગમાં ર0%નો વધારો આવતા ગ્રાહકોને થોડી મોંઘી પતંગ મળી રહી છે પણ દોરામાં કોઈપણ જાતનો વધારો નહિ આવતા પતંગ રસિાયઓએ થોડી રાહત અનુભવી છે.

Follow Me:

Related Posts