બાબરામાં જમીન વિકાસ બેંકની પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ
લાઠી બાબરાના ધારાસભ્ય અને જિલ્લા જમીન વિકાસ બેન્કના ચેરમેન વિરજીભાઈ ઠું મરના અધ્યક્ષ સ્થાને બાબરા જમીન વિકાસ બેન્કના પ્રમુખ અને ઉપ પ્રમુખની યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે તાલુકામાં ચમારડી ગામની મંડળીના પ્રમુખ ભરતભાઇ પીઢડિયા પ્રમુખ તરીકે તેમજ નાથાભાઇ દુધાત ની ઉપ પ્રમુખ તરીકે સરવાનું મતે વરણી કરવામાં આવી હતી
આ બેઠકમાં જિલ્લા જમીન વિકાસના બેન્કના મેનેજર જાદવ,બાબરા બેન્કના મેનેજર જીગ્નેશ સેદાણી,કુલદીપભાઈ બસિયા સહિતના સ્થાનિક બેન્કના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
બાબરા જમીન વિકાસ બેન્કના નવ નિયુક્ત હોદેદારો બિન હરીફ ચૂંટાઇ આવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે અભિનંદન પાઠવ્યા હતા
Recent Comments