fbpx
અમરેલી

બાબરામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમોને પકડી પાડતી બાબરા સર્વેલન્સ ટીમ

પોલીસ અધિક્ષક , અમરેલી ઇન્ચાર્જ.શ્રી કે જે ચૌધરી સાહેબ નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારુ / જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ , જેના પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતિ કરતાં ઇસમોને ઝડપી પાડવા શ્રી જે . પી . ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી આર ડી ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર બાબરા પોલીસ સ્ટેશન નાઓએ બાબરા પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ .

જે અંતર્ગત બાબરા ખંભાળા બીટના નીલવડા જવાના રસ્તે ધાર પર હાથ બતીના અંજવાળે અમુક ઇસમો ગે.કા રીતે પૈસા – પાના વડે હારજીતનો જુગાર રમે છે તેવી હકીકત મળેલ હોય જે બાબરા પો.સ્ટે . હેડ કોન્સ રજનીકાંતભાઇ બી પાનસુરીયા તથા પો.કોન્સ મહાવીરસિંહ બી સિંધવ તથા પો.કોન્સ હસમુખભાઈ શીવાભાઈ તથા રાજુભાઇ ભુંકણ એ રીતેના નાઓએ ગે.કા રીતે પૈસા – પાના વડે હારજીતનો જુગાર રમતા કુલ ૦૩ ઇસમોને રોકડ રૂ .૧૧,૨૦૦ / – ના મુદામાલ રેઇડ દરમ્યાન પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ બાબરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૮૨૨૦૭૦૭ / ૨૦૨૨ જુ.ધા કલમ ૧૨ મુજબનો ગુન્હો તા .૨૪ / ૦૮ / ૨૦૨૨ ના કલાક ૨૩/૩૦ વાગ્યે ગુન્હો રજી કરી આરોપીઓને ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે .

ઉપરોક્ત પરીણામલક્ષી કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર બાબરા પોલીસ સ્ટેશનનાઓ તથા બાબરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ કરેલ છે .

ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત : ( ૧ ) જયસુખભાઇ લખમણભાઇ ડાભી ઉ.વ .૨૪ ધંધો.ખેતી રહે.બાબરા તા.બાબરા જી.અમરેલી ( ૨ ) મુન્નાભાઇ કાજુભાઇ ચારોલીયા ઉ.વ .૩૮ ધંધો.મજુરી રહે.ચરખા , તા.બાબરા જી.અમરેલી ( ૩ ) વિપુલભાઇ વિજયભાઇ ચારોલીયા ઉ.વ .૨૯ ધંધો.મજુરી રહે.બાબરા નીલવડા રોડ તા.બાબરા

Follow Me:

Related Posts