બાબરામાં જુગારીઓ પાસેથી લાંચ લેવા બાબતે છેલ્લા છ વર્ષની તપાસના અંતે આજે આરોપી પોલીસ કર્મીની ધરપકડ કરાઇ
અમરેલીના બાબરામાં છ વર્ષ અગાઉ જુગારીઓ પાસેથી લાંચ લઇ કોઇ કાર્યવાહી ન કરવાના મામલે પોલીસ કર્માચારી સામે આજે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા છ વર્ષની તપાસના અંતે આજે ગુનો દાખલ કરાઇ આરોપી પોલીસ કર્મચારીની ધરપકડ કરાઇ છે.
અમરેલીના બાબરાના કોટડા પીઠા આઉટ પોસ્ટ વિસ્તારના ગરનેશ્વર મહાદેવ મંદિરના ખૂલ્લા મેદાનમાં તારીખ 09-07-2015ના દિવસે જુગાર રમી રહેલા શખ્સો પાસેથી પોલીસ કર્મચારી અજયસિંહ ટેમુભા ગોહીલે કોઇ કાર્યવાહી ન કરવા બાબતે લાંચ લીધી હતીં. ત્યારે જાહેર સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી ગેર વર્તુણ બાબતે ફરિયાદી ડી.કે.વાઘેલાએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
વર્ષ 2015માં જુગારના નાણા લીધા તે વીડિયો રેકોર્ડિંગ અને અરજી સાથે અરજદાર દ્વારા એસીબીમાં લેખિત પૂરાવા સાથે રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ અમરેલી એસીબી દ્વારા તપાસ ચાલતી હતી. જેમાં આજે શુક્રવારે અમરેલી એસીબી દ્વારા ગુનો નોંધી ધરપકડ કરતા પોલીસબેડામા ખળભળાટ મચ્યો હતો.
આરોપી અજયસિંહ ટેમુભા ગોહિલ વર્ષ 2015માં બાબરની કોટડા પીઠા આઉટ પોસ્ટમાં ફરજ બજાવતો હતો. ત્યારબાદ કેટલાક સમયથી અમરેલી SPની ટીમમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં કોસ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યો હતો. જ્યારે છેલ્લા છ વર્ષથી ચાલતી તપાસમાં પૂરાવા મળતાં આજે આરોપી પોલીસ કર્મચારીની ધરપકડ કરાઇ હતી
Recent Comments