બાબરામાં ટ્રાફિક વિશ્વ શ્રદ્ધાંજલિની ઉજવણી કરાઈ
પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એમ. ઝાલા તેમજ મહિલા પી.એસ.આઈ. વી.સી. બોરીચા તેમજ ટ્રાફિક જમાદાર અજયભાઈ યાદવની ઉપસ્થિતિમાં ટ્રાફિક વિશ્વ શ્રઘ્ધાંજલિની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારને શ્રઘ્ધાંજલિ અર્પણ કરી ઉપસ્થિત મૃતકના પરિવારને સાંત્વના પાઠવવામાં આવીહતી. તેમજ પી.આઈ. આર.એમ. ઝાલાએ ઉપસ્થિત લોકોને ટ્રાફિકના નિયમો વિશે આગવી સમજણ આપી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિક બ્રિગેડના જવાનો ઋષિ શુકલ, ગૌતમ દુધરેજીયા, વિવેક ભટ્ટ, નરેશ ધાખડા અને પરેશ રાઠોડ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
Recent Comments