બાબરામાં ધો. 6 થી 1રની શાળાઓ ખોલવા ટીપીઓ સમક્ષ રજૂઆત
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/07/BABARA-3.jpg)
બાબરામાં કોરોના મહામારીનાં કારણે દોઢ વર્ષથી શાળા કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહૃાું છે તો બીજી તરફ ખાનગી શાળા સંચાલન તેમજ નોકરી કરતાં શિક્ષકોની આજીવિકા સામે સવાલ ઉભો થયો છે. ત્યારે બાબરા ખાનગી શાળા સંચાલન મંડળ ઘ્વારા સ્થાનિક અધિકારી મારફત રાજય સરકારને આવેદનપત્ર પાઠવી અપર પ્રાયમરી શાળા ખોલવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
બાબરા તાલુકા ખાનગી શાળા સંચાલન મંડળના પ્રમુખ મહેશભાઈ કોરાટની આગેવાની હેઠળ કાળુભાઈ ગેલાણી, અરવિંદભાઈ ધોળકીયા, જગદીશભાઈ મહેતા, કલ્પેશભાઈ ભુવા, ભાર્ગવભાઈ સહિતનાં બાબરા શહેર તેમજ તાલુકાનાખાનગી શાળા સંચાલક ઉપસ્થિત રહી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી ધોરણ 6 થી 1ર સુધીની શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
બાબરા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ઘ્વારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજય સરકાર ઘ્વારા સ્વીમીંગ પુલ, ધાર્મિક સ્થળો તેમજ ટ્રાવેલ્સ સહિતનાં અન્ય વાણિજય વ્યવસ્થા કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે તો વિદ્યાનું મંદિર ગણવામાં આવતી શાળાઓને કેમ નહિ. શાળાઓ તમામ ગાઈડલાઈનનું પાલન કરી તેમ છે. ત્યારે રાજય સરકાર ઘ્વારા તાત્કાલિક અસરથી શાળાઓ ખોલવી જોઈએ તેમાં શાળા વિદ્યાર્થીઓ અને વાલીઓનું હિત સમાયેલું છે. બીજી બાજુ વાલીઓ પણ શાળા ખુલે તે પક્ષમાં પોતાના વિચારો વ્યકત કર્યા હતા.
કુલદીપભાઈ ભટ્ટ ઘ્વારા જણાવ્યું હતું કે, હવે ઘણું મોડું થયું છે સરકાર ઘ્વારા શાળા ખોલવી જોઈએ કારણ કે ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓ કશું જ શીખતા નથી. તો બીજા એક વાલી સંદીપભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે, હાલ ત્રીજી લહેરના ભણકારા વાગી રહૃાા છે અને વિદ્યાર્થીઓને વેકિસનેશન કરવામાં આવ્યું નથી તો તેવા માહોલમાં શાળાઓ કેવી રીતે ખોલવી જોઈએ ? તેમજ કોરોના ગાઈડલાઈનનું જ્ઞાન વિદ્યાર્થીઓમાં હોતું નથી જેથી તેનુંપાલન થઈ શકે નહીં. તેમજ અન્ય એક વાલી મનોજભાઈ કનૈયા ઘ્વારા જણાવ્યું હતું કે, પ0%ની ક્ષમતા સાથે શાળા ખોલવી જોઈએ અને શાળાઓ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે છે કે નહી તેની સ્થાનિક અધિકારી ઘ્વારા નિયમિત નિરીક્ષણ થવું જોઈએ.
આમ બાબરા વાલીઓમાં પણ શાળા ખુલવા બાબતે જુદા-જુદા મત જોવા મળી રહૃાાં છે. ત્યારે સમગ્ર રાજયમાં શાળા સંચાલન મંડળ ઘ્વારા શાળા ખોલવાની રજૂઆત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે આગામી દિવસોમાં રાજય સરકાર શાળા ખોલવા બાબતે શું નિર્ણય કરે છે.
Recent Comments