બાબરામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતના સયુંકત ઉપક્રમે ૨૬મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ધ્વજવંદન કરાશે
બાબરામાં તાલુકા પંચાયતમાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે અહીં તાલુકા પંચાયતના વિશાલ મેદાનમાં સવારે ૧૦/૩૦ કલાકે ૨૬મી જાન્યુઆરીની ભવ્ય ઊજવણી કરવામાં આવશે અહીં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ૧૦/૩૦ કલાકે ધ્વજવંદન કરી તિરંગા ને સલામી આપી પ્રજાજોગ સંદેશ પાઠવસે બાબરા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ કરવામાં આવશે આ તકે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,તાલુકા વિકાસ અધિકારી રણજીતભાઈ કટારીયા,નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા ઉપ પ્રમુખ જગદીશભાઈ કારેટિયા,સહિત સ્થાનિક રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહેછે
Recent Comments