અમરેલી

બાબરામાં નાગરિક બેન્ક ચોકમાં કોંગ્રેસની જાહેર સભા યોજાય

લાઠી વિધાનસભાના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર પ્રચારના અંતિમ દિવસની છેલ્લી સભામાં બરોબર ખીલ્યાં હતા અને કોંગ્રેસને નેસ્તનાબૂદ કરવાની વાતો કરતી ભાજપ દી  ઊગે અને કોંગ્રેસના અગ્રણીઓને ભાજપમાં ભેળવી રહી છે આટલું મોટું કાર્યકર્તાનું સંગઠન હોવા છતાં શા માટે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ લેવામાં આવી રહ્યા છે તેવો વેધલ સવાલ પણ કરવામાં આવ્યો હતો.

ચૂંટણી સમયે મોટી મોટી વાતો  કરવાની અને જનતા ને માત્ર ભ્રમિત કરવા છતાં ભાજપે કશું નહીં કર્યા ની વાતો કરી રાજ્ય અને કેન્દ્ર ની ભાજપ સરકારપર આકરા પ્રહારો કર્યા હતામોંઘવારીના કારણે સામાન્ય ગરીબ તેમજ મધ્યમવર્ગના લોકોને ગુજરાન ચલાવું મુશ્કેલ બન્યું છે વેપારીઓ જી. એસ. ટી. જેવા કાયદાઓના કારણે હેરાન પરેશાન બન્યા છે ખેડૂતોને પણ પાક વીમા સહિત અનેક પ્રશ્નો સતાવી રહ્યા છે યુવાનો બેરોજગારી માટે આમતેમ ભટકી રહ્યા છે તેમ છતાં રાજ્યની સરકાર રાજ્ય સરકારનું પેટ નું પાણી હલતું નથી ત્યારે ત્રણ દાયકાયાઓથી એકચક્રી સાશનમાં બેઠેલી ભાજપ સરકારને ઉખેડી ફેકવા અને કોંગ્રેસ તરફી જંગી મતદાન કરી ભવ્ય વિજય બનાવવા અપીલ કરી હતી.

Related Posts