બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જાહેરમાં યુવતીની છેડતી કરીને જબરદસ્તી સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાની યુવતીએ ૧૮૧ અભયમ સેવાને કૉલ કરીને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આવારા તત્વોને કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ અંગેની વિગતો આપતા અમરેલી અભયમ ટીમના કાઉન્સેલર રોબીના બ્લોચે જણાવ્યું કે, બાબરા તાલુકાના એક ગામથી એક દીકરી દ્વારા 181માં ફોન કરીને જણાવેલ કે, “ગામનો છોકરો મને છેડતી કરે છે યેનકેન રીતે બોલ્યા કરે છે અને જબરજસ્તી સબંધ રાખવા દબાણ કરે છે.” આથી અભયમ સેવાની મદદની જરૂર હોવાનું જણાવતા 181ની ટીમ બનાવના સ્થળ પર પહોંચી હતી.
ત્યાં જઈને ભોગ બનેલી દીકરી પાસેથી વિગતો મેળવ્યા બાદ આવું કૃત્ય કરનાર છોકરાના ઘરે જઈ તેમના દીકરા દ્વારા મહિલાને થતી પરેશાની અને ગેરવર્તન વિશે વાલીઓને જણાવવામાં આવ્યું હતું. આ છોકરો ઘરે હાજર નહોતો અને મહિલાને કાયદાકીય માહિતી આપી આગળ પોલીસ મદદ માટે બાબરા લઈ જવામાં આવી હતી. આગળની કાર્યવાહી બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાંં અરજી કરીી કાયદાકીય મદદ આપવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપી જ્યારે પણ જરૂર પડે ત્યારે 181 સેવાની મદદ લેવા માટે જણાવ્યું હતું.
Recent Comments