બાબરામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા જોરદાર વરસાદનું ઝાપટું પડી જતા ભારે ઉકળાટ અને બફારાથી લોકોએ રાહત અનુભવી હતી. જોકે, તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર છાંટા પડયા હોવાના વાવડ મળ્યા હતા.
બાબરા શહેરમાં બપોર બાદ સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં વીજળી કડકા ભડાકા સાથે વરસાદના છાંટા પડવાની શરૂ થયા બાદ જોરદાર ઝાપટું પડી જતા શહેરની બઝારોમાં પાણી દોડવા લાગ્યું હતું. જોકે પાછલા ઘણા સમયથી ભારે ગરમી અને ઉકળાટ સહન કરતા લોકોએ થોડીવાર મારે આ વરસાદથી ઠંડકનો અનુભવ કર્યોહતો.
Recent Comments