વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કરવાના હોય ત્યારે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા શિવ મંદિર ખાતે ભભદિવ્ય કાશી ભવ્ય કાશીભભનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રીના કાશી ખાતેના કાર્યક્રમનું લાઈવ નિહાળવામાં આવ્યું હતું. તેમજ પવિત્ર જલની કળશયાત્રા અહીં હવેલીથી શિવ મંદિર સુધી યોજાઈ હતી. જે પવિત્ર જળથી ભાજપના અગ્રણીઓ દ્વારા શ્રી રિધેશ્વર મહાદેવને જળાભિષેક કરવામાં આવ્યો હતો. અહીં બાળકો મહાદેવની વેશભૂષા સાથે કળશયાત્રામાં જોડાયા હતા અને ત્યારબાદ અહીં રિધેશ્વર મહાદેવના મંદિરમાં બાળકોએ શિવ તાંડવ કર્યુ હતું. બારા શહેર ભાજપ દ્વારા આયોજિત દિવ્ય કાશી ભવ્ય કાશીમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, જિલ્લા પ્રભારી સુરેશભાઈ ગોધાણી, પાલિકા પ્રમુખ લલિતભાઈ આંબલીયા, ઉપપ્રમુખ વસંતભાઈ તેરૈયા, કારોબારી સમિતિ ચેરમેન ભુપતભાઈ બસીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈખોખરીયા, મહામંત્રી બિપિનભાઈ રાદડીયા, અલતાફભાઈ નથવાણી, ખોડલભાઈ મકવાણા, કિરીટભાઈ બગડા, મુનાભાઈ મલકાણ, નરેશભાઈ મારૂ, નિશાંતભાઈ ખાદા, નીતિનભાઈ દસલાણીયા, રસિકભાઈ ગોઝારીયા સહિત સાધુ સંતો ઉપસ્થિત રહયા હતા. જેમનું સન્માન પણ ભાજપના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. બાબરામાં શ્રી રિધેશ્વર મહાદેવના સાનિઘ્યમાં શહેર ભાજપ દ્વારા આયોજિત દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમની આછેરી ઝલક આપતા જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયાએ જણાવ્યું હતું વારાણસીમાં રાજયના સપૂત અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમના ડ્રિમ પ્રોજેકટ કાશી વિશ્વનાથ મહાદેવના ધામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં લાખો હેકટરથી વધુ ક્ષેત્રફળમાં વિકસિત કરી વિશ્વનાથ મંદિરના આવતા શ્રઘ્ધાળુ માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે કર અહીં જે જગ્યાએ પગ મૂકવાની જગ્યા નહોતી રહેતી ત્યાં હવે શ્રઘ્ધાળુઓ શાંતિથી સમય પસાર કરી શકશે. કાશી વિશ્વનાથ મંદિર ધામનો ચોક એટલો વિશાલ બનાવવામાં આવ્યો છે કે અહીં લાખોની સંખ્યામાં શ્રઘ્ધાળુઓ એકી સાથે ઉભા રહી મહાદેવના દર્શન અને પૂજા કરી શકશે તેમજ પવિત્ર શ્રાવણ માસ કે શિવરાત્રીના દિવસોમાંથી થતી ભકતોને કોઈ મુશ્કેલીઓ નહીં થાય તેમ આ ડ્રિમ પ્રોજેકટનું આજે આખો દેશસાક્ષી બન્યો હતો.
બાબરામાં શહેર ભાજપ દ્વારા ‘દિવ્ય કાશી ભવ્ય કાશી’નો કાર્યક્રમ યોજાયો


















Recent Comments