બાબરા અને કુંકાવાવ ખાતે ભાજપીઓ દ્વારા વિજયના વધામણા કરાયા
સમગ્ર રાજયમાં નગરપાલિકા કોર્પોરેશન તેમજ તાલુકા અને જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપે પ્રચંડ વિજય પ્રાપ્ત કરતા રાજયના ભાજપ પરિવાર દ્વારા ખુશી વ્યક્તત કરી વિજયના વધામણાં કરવામાં આવ્યા હતા. ત્યારે બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયાની આગેવાની હેઠળ શહેર ભાજપ મહામંત્રી બીપીનભાઈ રાદડિયા, નગરપાલિકા પ્રમુખ લલિતભાઈ આંબલિયા, ઉપપ્રમુખ વસંતભાઈ તેરૈયા, કારોબારી સમિતિ ચેરમેન ભુપતભાઇ બસિયા, અલ્તાફભાઈ નથવાણી, તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ, પ્રતાપભાઈ ખાચર, જિલ્લા પંચાયતના સભ્યહિંમતભાઈ દેત્રોજા, મણીસભાઈગોહિલ, રસિકભાઈ ગોજારીયા, અલતાફભાઈ ગોગદા, મૂળશંકર તેરૈયા સહિતના સ્થાનિક ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અહીં નાગરિક બેન્ક ચોકમાં આતશબાજી કરી ભાજપની ભવ્ય જીતના વધામણાં કરવામાં આવ્યા હતા.
તદ્ઉપરાંત, કુંકાવાવમાં તાલુકા ભાજપ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલ નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ વિજય તથા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બસ સ્ટેન્ડ ખાતે ભાજપ સંગઠનના હોદે્દારો તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદે્દારો, સદસ્યો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ફટાકડા ફોડીને ભાજપની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી. આમ રાજયભરમાં પેટા ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થતા કાર્યકરો, આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળતો હતો. જયારે વિરોધપક્ષના સુપડા સાફ થતા ઉત્સાહમાં અનેરો વધારો કાર્યકરોમાં જોવા મળતો હતો. આમ ગાંધીનગરની ચૂંટણીના પરિણામની ઉજવણી કુંકાવાવ ખાતે કરવામાં આવી હતી.
Recent Comments