બાબરા અને લાઠી તાલુકાના ગ્રામ્ય ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર ને પ્રચંડ જન સમર્થન
લાઠી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને ચૂંટણી પ્રચારમાં પ્રવાસ દરમિયાન જબરજસ્ત જન સમર્થન મળી રહ્યું છે ગામડે ગામડે લોકો દ્વારા મીઠો આવકાર મળી રહ્યો છે પાંચ વર્ષ દરમિયાન કરેલા વિકાસના કામોના કારણે લોકો પ્રચંડ જનસમર્થન આપી રહ્યા છે બાબરા અને લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી જોવા મળી રહી છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ભાજપના સાશનના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હોવાનું જણાવી સરકારપર આકરા પ્રહારો કર્યા હતાવધુમાં તેમણે જણાવ્યું હતું કે કામ તો કોંગ્રેસે કર્યું હતું અને કોંગ્રેસ જ કરશે બાબરા તાલુકાના ઈંગોરાળા,વલારડી,વાંડળીયા,તેમજ લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા,અકાળા,લુવારીયા,આસોદર,સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં જન મેદનીની સભા ને સંબોધી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Recent Comments