બાબરા તાલુકા પંચાયત ખાતે આઈ.સી.ડી.એસ.બાબરામાં પોષણ માસ ૨૦૨૧ અંતર્ગત અવનવી ભાતની રંગોળી નિર્દેશન, વિવિધ જાતના સલાડોનુ નિર્દેશન, જુદી જુદી જાતની વાનગીઓનુ નિર્દેશન તથા શરીરમા રહેતી ઉણપોને દુર કરતા પોષણયુકત કાર્યક્રમો યોજવામાં આવેલ હતા
બાબરા તાલુકા પંચાયત ખાતે આઈ.સી.ડી.એસ.બાબરામાં પોષણ માસ ૨૦૨૧ અંતર્ગત અવનવી ભાતની રંગોળી નિર્દેશન, વિવિધ જાતના સલાડોનુ નિર્દેશન , જુદી જુદી જાતની વાનગીઓનુ નિર્દેશન તથા શરીરમા રહેતી ઉણપોને દુર કરતા પોષણયુકત કાર્ય ક્રમો યોજવામાં આવેલ હતા .જેમાં બાબરા તાલુકા પંચાયત ના ટી.ડી.ઓ શ્રી , સી,ડી.પી.ઓ શ્રી , આયુષ ડો.સોઢા સાહેબ શ્રી , મુખ્ય સેવિકાઓ ,બ્લોક કોર્ડીંનેટર (એન.એન.એમ તથા ડીસ્મું સ્ટાફ) , હાજર રહ્યા હતા તેમજ આઈ.સી.ડી.એસ ના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં આંગણવાડી વર્કરો દ્વારા લાભાર્થી ને આપવામાં આવતા માતૃશક્તિ, પૂર્ણ શક્તિ, બાળશક્તિ ના પેકેટો માંથી પોષણક્ષમ અવનવીન વાનગી બનાવી નિર્દેશન કરવામાં આવ્યુ હતુ તેમજ આ પેકેટ મા રહેલી શક્તિવર્ધક અને પોષણયુકત વસ્તુ ની ઉપયોગીતા તેમજ તેમના વિશેની સમજણ પરિસંવાદ ના માધ્યમ થી કરવામા આવી હતી
આ પેકેટને લગતી તમામ બાબતોથી લાભાર્થીઓ ને માહિતગાર કરવામાં આવ્યા હતા . તેમજ આયુષ ડો.સોઢા દ્વારા આઈ.સી.ડી.એસ ના લાભાર્થીઓ ધાત્રી માતા, સગર્ભા માતા, કિશોરીઓ તથા અતિ કુપોષિત બાળકોને હેલ્થકીટ આપવામાં આવેલ હતી આ કાર્યક્રમ માં સી.ડી.પી.ઓ મીનાક્ષીબેન રાઠોડ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યુ હતુ જેમા આ કાર્યક્રમ અંગે હાલની પરિસ્થિતિ મા બાળકો તેમજ અન્ય વ્યક્તિઓ પોષણયુકત ખોરાકના અભાવે શારીરિક વિકાસમાં રહી જતી ઉણપો તેમજ તંદુરસ્ત જીવન બાબતે સભાન થવા અંગેનુ પણ સુચન કર્યુ હતુ બાબરા તાલુકા પંચાયત ના ટી.ડી.ઓ દ્વારા આંગણવાડી વર્કર બહેનોને સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ નું સુચારુ સંચાલન મનીષાબેન તથા આઈ.સી.ડી.એસ.ના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ


















Recent Comments