બાબરા ખાતે ૨૧ મે ના રૂ. ૪.૭૮ લાખના ૯૩૯૮ લીટર ભેળસેળયુક્ત પદાર્થની જાહેર હરાજી
અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત પદાર્થનું વેચાણ કરતી પેઢીઓની તપાસ કરતા કેટલીક પેઢીઓ પાસેથી રૂ. ૪.૭૮ લાખના ૯૩૯૮ લીટર ભેળસેળયુક્ત પદાર્થનો જથ્થો રાજ્યસાત કરવામાં આવ્યો છે. જે ઉદ્યોગકારો ઔદ્યોગિક હેતુ માટે આ જથ્થો મશીનરી-પ્લાન્ટમાં વાપરવા માંગતા હોય એમના માટે આગામી ૨૧ મે ના બાબરા મામલતદાર કચેરી ખાતે જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આ હરાજીમાં ભાગ લેવા માંગતા વ્યક્તિએ જથ્થાની ડિપોઝીટની રકમ ચુકાવવાની રહેશે. ઇચ્છુક ઉદ્યોગકારોએ વધુ જાણકારી માટે બાબરા મામલતદારશ્રીનો સંપર્ક સાધવાનો રહેશે.
Recent Comments