અમરેલી

બાબરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ

બાબરા ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષશ્રી મુન્નાભાઈ મલકાણ દ્વારા ચેમ્બરના હોદ્દેદારોની આજ રોજ એક મીટીંગ બોલાવવામાં આવેલ આ મિટિંગમાં કોરોનાની મહામારી માથી આપણા બાબરા શહેરને કઈ રીતે કોરોના મુક્ત કરવુ તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી તેની સમીક્ષા પણ કરવામાં આવી આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સમય બાબતે લેવાયેલ નિર્ણય થી બાબરા શહેરમાં કેટલુ સંક્રમણ ઘટ્યું તેની પણ ચર્ચા કરવામાં આવી.


સાથોસાથ આરોગ્ય શાખા માંથી પોઝિટિવના આંકડાઓ મેળવવામાં આવેલ તે જોતા 10 એપ્રિલ થી 12 મેં સુધીમાં બાબરા શહેરમાં કેસમાં પણ ઘટાડો દિવસે ને દિવસે થઈ રહ્યો છે તેમ છતાંય ચેમ્બર દ્વારા એવા પ્રયત્ન કરીએ કે કોરોનાનું સંક્રમણ સાવ ઘટે જેથી વેપારીભાઈઓ તેમજ શહેરના લોકોને સરકારશ્રીની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય અને લોકો વધારે ને વધારે રસી લે તે માટે જાગૃતિ અભિગમ ચલાવીએ જેના થી લોકો સંક્રમણનો શિકાર ન બને.લોકો અને આપણું બાબરા શહેર સુરક્ષિત અને સ્વસ્થ રહે…

Related Posts