બાબરા ટાઉનમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ગુન્હાની વિગતઃ-
સુરેશભાઇ પરબતભાઇ કોટડીયા, ઉં.વ.૩૪, રહે.બાબરા, ઉમીયાનગર, તા.બાબરા, જિ.અમરેલી વાળાએ ગઇ તા.૨૦/૦૩/૨૦૨૩ નાં રોજ પોતાનું બજાજ સીટી ૧૦૦ મોટર સાયકલ કિ.રૂ.૧૧,૦૦૦/- નું બાબરા, નિલકંઠ કોમ્પ્લેક્ષમાં પાર્ક કરેલ હોય, જે મોટર સાયકલ કોઇ અજાણ્યો ઇસમે ચોરી કરી લઇ ગયેલ. આ અંગે સુરેશભાઈ પરબતભાઇ કોટડીયાએ ફરિયાદ લખાવતાં, બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૧૪૨/ ૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ. ભાવનગર રેન્જ આઇ.જી,શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનર્કીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું. અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે બાબરા, રાજકોટ – ભાવનગર હાઇવે રોડ ઉપરથી ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી તથા મળી આવેલ મોટર સાયકલ આગળની કાર્યવાહી થવા બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપી –
હિતેષ ઉર્ફે બાલો ઉર્ફે ઘુઘો બાબુભાઇ મકવાણા, ઉ.વ.૨૬, રહે.મોરબી, રણછોડનગર, સેન્ટ મેરી સ્કુલની પાછળ, તા.જિ.મોરબી, મુળ રહે.તળાજા, બસ સ્ટેન્ડની પાછળ, તા.તળાજા, જિ,ભાવનગર, હાલ રહે.ભીલડી, તા.બાબરા, જિ,અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
બજાજ સીટી ૧૦૦ મોટર સાયકલ, રજી.નંબર GJ-16-AB-3138, કિં.રૂ.૧૧,૦૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, નિકુલસિંહ રાઠોડ તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments