બાબરા તાલુકાના ઇશ્વરીયા ગામે આઠ લાખના ખર્ચે પુર પ્રોટેક્શન વોલનું ખાત મુહૂર્ત કરાયું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના વરદ હસ્તે ખાત મુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાયો
બાબરા તાલુકાના ઇશ્વરીયા ગામે આઠ લાખના ખર્ચે પુર પ્રોટેક્શન વોલનું ખાત મુહૂર્ત કરાયુંધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના વરદ હસ્તે ખાત મુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાયોબાબરા તાલુકાના ઇશ્વરીયા ગામે પુર પ્રોટેક્શન દીવાલ ની માંગણીઓ ગામના લોકો અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને અનેકવાર કરવામાં આવતી હતી ત્યારે ધારાસભ્ય ઠુંમર દ્વારા લોકોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર પાસે મહામુસીબતે અહીં ગામના લોકોના હિત માટે રૂપિયા આઠ લાખના ખર્ચે પુર પ્રોટેક્શન દીવાલ મંજુર કરાવી હતી ૫૨ મીટર લાંબી અને ત્રણ મીટરની પહોળાઈ સાથેની આ દીવાલ નું ખાત મુહૂર્ત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરી કામગીરી શરૂ કરાવતા ગામના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે લાઠી વિધાનસભા વિસ્તારમાં દરેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતા કામો કરવામાં આવ્યા છે અને હજુ આગળ પણ લોકોની જરૂરીયાર અને માંગણીઓ પ્રમાણે કરવામાં આવશે આ તકે કોંગ્રેસ સંગઠન મંત્રી અશોકભાઈ ખાચર,શિવાભાઈ ગેલાણી સહિતના ગામના સ્થાનિક અગ્રણીઓ લોકો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments