fbpx
અમરેલી

બાબરા તાલુકાના ખંભાળા – કરીયાણા માર્ગ પર પાંચ કરોડ ના ખર્ચે નિર્મિત બ્રિજ નું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઠુંમર

બાબરા તાલુકાના ખંભાળા – કરીયાણા માર્ગ પર પાંચ કરોડ ના ખર્ચે નિર્મિત બ્રિજ નું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઠુંમર રાજ્ય સરકારમાં પાંચ કરોડ નો પુલ મંજુર કરાવી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી લોકાર્પણ થતા રાહદારીઓ રાહતની લાગણી પ્રસરી
 બાબરા તાલુકાના કરીયાણા -ખંભાળા માર્ગ પર પાંચ કરોડના ખર્ચે બ્રિજ મંજુર કરાવી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરાવી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે મર્યાદિત કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતમાં બ્રિજ નું લોકાર્પણ કરતા અહીં ગામના સ્થાનિક તેમજ રાહદારીઓમાં રાહતની લાગણી પ્રસરી ગઈ હતી 


  બાબરા તાલુકાના કરીયાણા ખંભાળા માર્ગ પર મોટો પુલ બનાવવાની ખુબજ જરૂરીયાત હતી અહીંના કરીયાણા ગામના લોકો ને આગેવાનો દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને રજુઆત કરતા ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં પાંચ કરોડના ખર્ચે આ પુલ ૬ માસ પેલા મંજૂર કરાવી તેની ગુણવત્તા યુક્ત કામગીરી શરૂ કરાવી હતી અત્રે ઉલ્લેખનીય છે અહીં કરીયાણા ગામમાં આવેલ ડેમ નું પાણી ઉપરવાસમાંથી આવતા અહીં પાણી ભરાતા માર્ગ બેટ માં ફેરવાઈ જતો હતો અને લોકોની અવર જવર બંધ થઇ જતી જેના કારણે લોકોને ભારોભાર મુશ્કેલીઓ પડતી હતી   લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પરિસ્થિતિની ગંભીરતા અને લોકોની માંગણીને ધ્યાનમાં રાખી ત્વરિત રાજ્ય સરકારમાં રજુઆત કરી અહીં પાંચ કરોડના ખર્ચે પુલ મંજુર કરાવ્યો હતો જેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું  આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ વહાણી,તાલુકા કોંગ્રેસના પ્રમુખ જશમતભાઈ ચોવટિયા,સહિત સ્થાનિક ગામમાં અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts