બાબરા તાલુકાના દરેડ ચોકડીથી ગલકોટડી ખાખરીયા માર્ગ સાત કિલોમીટરનો રૂપિયા એક કરોડના ખર્ચે મંજુર કરાવી ખાતમુહૂર્ત કરી કામગીરી પ્રારંભ કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર
બાબરા તાલુકાના દરેડ ચોકડીથી ગલકોટડી ખાખરીયા માર્ગ સાત કિલોમીટરનો રૂપિયા એક કરોડના ખર્ચે મંજુર કરાવી ખાત મુહૂર્ત કરી કામગીરી શરૂ કરાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરદરેડ ચોકડીને જોડતો ખાખરીયા ગલકોટડીનો માર્ગ ૧૪ વરસ બાદ બનતા રાહદારીઓમાં રાહતની લાગણીઓ પ્રસરીગામના અગ્રણીઓ અને લોકોએ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરનો આભાર વ્યક્ત કર્યોબાબરા તાલુકાના દરેડગામની ચોકડી આગળ ગલકોટડી ખાખરીયા માર્ગ નોન પ્લાન વર્ષો બાદ નવો બનતા સ્થાનિક લોકો અગ્રણીઓ અને રાહદારીઓમાં રાહતની લાગણી પ્રસરી ગઈ હતી અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પ્રત્યે સ્થાનિક અગ્રણીઓ દ્વારા અભારની લાગણી વ્યક્ત કરી હતી
દરેડ ચોકડીએથી ખાખરીયા જવા માટે તેમજ ગલકોટડી જવા માટે સ્થાનિક રાહદારીઓ ને લોકોને વધુ અનુકૂળ આવતું હોય છે પણ અતિ રસ્તો ખરાબ હોવાના કારણે લોકોને ખુબજ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો હતો અનેકવાર રજુઆત કરવા છતાં અહીં માર્ગ નહીં બનતા લોકોમાં રોષની લાગણી જોવા મળતી હતી ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પાસે ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ દ્વાર અહીં માર્ગ બનાવવા ની રજુઆત કરવામાં આવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ત્વરિત રાજ્ય સરકારમાં યોગ્ય રજુઆત કરી નોન પ્લાન રસ્તો મંજુર કરાવતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા દરેડ ચોકડીએથી ખાખરીયા- ગલકોટડી માર્ગ સાત કિલોમીટરનો એક કરોડના ખર્ચે મંજુર કરી જેનું ખાત મુહૂર્ત કરી કામગીરી શરૂ કરાવતા સ્થાનિક લોકોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ હતી આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,મહામંત્રી બાવાલાલ હિરપરાં,ચંદુભાઈ નવાપરીયા,કુલદીપભાઈ બસિયા સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments