fbpx
અમરેલી

બાબરા તાલુકાના સુખપર ગામે કોટડાપીઠા ખંભાળા સ્ટેટ હાઇવેને જોડતો એપ્રોચ માર્ગ રૂપિયા ૨૦ લાખના ખર્ચે બનશે

બાબરા તાલુકાના સુખપર ગામે ખંભાળા કોટડાપીઠા સ્ટેટ હાઇવેને જોડતો એપ્રોચ માર્ગ એક કિલોમીટર ની લંબાઈ સાથે રૂપિયા ૨૦ લાખના ખર્ચે બનાવશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા માર્ગ નું ખાત મુહૂર્ત કરી કામગીરી શરૂ કરાવી  આ તકે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાળ, તાલુકાપંચાયતના પૂર્વ સભ્ય કાનભાઈ શેખ ગામના સ્થાનિક અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા    

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે સુખપર ગામે ખંભાળા કોટડાપીથા રાજ્ય ધોરીમાર્ગને જોડતો આ એપ્રોચ માર્ગ રાહદારીઓને ખુબજ ઉપયોગી બનશે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક અગ્રણીઓની અને લોકોની માંગ હોવાથી માર્ગ ને મંજુર કરવામાં આવતા લોકોએ આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી

Follow Me:

Related Posts