અમરેલી

બાબરા તાલુકાના સુખપુર,  રાણપુર અને વાવડા ગામે જાહેર રસ્તાઓની સફાઈ કરવામાં આવી

બે માસના મહા સ્વચ્છતા અભિયાન ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત અમરેલી જિલ્લાના બાબરા અને રાજુલા તાલુકાના ગામડાઓમાં સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. આ ઝુંબેશના ભાગરુપે ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળી નિમિત્તે ફોડવામાં આવેલા ફટાકડાનો કચરો એકઠો કરી નિકાલ કરવામાં આવ્યો હતો. આ સપ્તાહની સ્વચ્છતા થીમ અંતર્ગત બાબરા તાલુકાના સુખપુર, રાણપુર અને વાવડા ગામે જાહેર રસ્તાઓની સફાઈ કરવામાં આવી હતી. જ્યારે રાજુલા તાલુકાના ઉટીયા અને ગાંજાવદર સહિતના ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સપ્તાહના પ્રતિ રવિવારે આગામી તા.૧૬મી ડિસેમ્બર સુધી મેગા સ્વચ્છતા ડ્રાઈવ યોજાશે. આ કડીના ભાગરુપે આગામી તા.૧૯ નવેમ્બર, ૨૦૨૩ના રોજ અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ના વપરાશ અને નિકાલ અંગેની જાગૃતિ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનું કલેક્શન કરવામાં આવશે. તદ ઉપરાંત એક્યુલન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત હોય ત્યાં રીનોવેશન, અપગ્રેડેશન સહિતની કામગીરી કરવામાં આવશે. સ્વચ્છતા ઝુંબેશના આ સેવાયજ્ઞમાં સ્વચ્છ ભારત અભિયાન (ગ્રામીણ)ના કર્મયોગીઓ, સ્થાનિકો સ્વયંભૂ જોડાઈ અને સ્વચ્છ અને નિર્મળ ગુજરાત બનાવવા માટે પ્રયત્નશીલ છે.

Related Posts